ગુજરાત કોંગ્રેસમાં ભડકો, પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
ગુજરાતમાં કોંગ્રેસ માટે કપરા દિવસો શરૂ થયા છે. જેમાં આજે પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે રાજીનામું આપતા પૂર્વે બે પાનાનો પત્ર પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.
ગુજરાતમાં(Gujarat) કોંગ્રેસ(Congress) માટે કપરા દિવસો શરૂ થયા છે. જેમાં આજે પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે (Jayrajsinh Parmar) કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે રાજીનામું આપતા પૂર્વે બે પાનાનો પત્ર પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે રાજીનામું આપતા પહેલા બળાપો ઠાલવ્યો હતો . જયરાજસિંહે બે પાનાનો પત્ર લખી પ્રદેશ નેતા સામે સવાલ ઉઠાવ્યા હતા . તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં કોઈ જ સુધારો નથી થવાનો. તેમજ વિપરીત પરિસ્થિતિમાં કોંગ્રેસ માટે 37 વર્ષ કામ કર્યું છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે હંમેશા કોંગ્રેસ પક્ષ માટે દિલથી કામ કરતો રહ્યો છું. વિપરીત પરિસ્થિતિમાં પણ હંમેશા કોંગ્રેસની ઢાલ બનીને કામ કર્યું છે. મારા ૩૭ વર્ષ મેં કોંગ્રેસ માટે કામ કર્યું છે પણ હવે હું થાક્યો છું, કોંગ્રેસને મિલકત સમજીને બેઠેલા લોકો સામે પક્ષમાં રહીને પણ મેં અવાજ ઉઠાવ્યો છે. હંમેશા પક્ષની સ્થિતિ મુજબ એમાં પ્રાણ પૂરવાનો પ્રયાસ હંમેશા મારો રહ્યો છે.. ગુજરાતનો કોઈપણ જિલ્લો હોય કે શહેર જુના અને જાણીતા ચહેરાઓ જ નજરે પડે છે કોંગ્રેસ એક વિશાળ સમુદ્ર માંથી કુવો બનાવવાની સ્થિતિ સુધી આવી ગઈ છે. બીજી હરોળને ઉભી થવાનો મોકો જ પાર્ટીમાં મળ્યો નથીતેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તાની બહાર છે છતાં આજેય પક્ષે હારેલા ઘોડાઓ પર દાવ લગાડવાની પરિપાટી જાળવી રાખી છે. ગુજરાતનો કોઈપણ જીલ્લો કે શહેર જોઈ લો તમને જાજમનો છેડો દબાવીને બેઠેલા એના એ જુના પુરાણા ચહેરાઓ નજરે પડશે.
કોંગ્રેસને પાંચ-પચીસ લોકોની જાગીર બનાવી દેવાઈ
જુદી જુદી સમિતિઓ બનાવવાની હોય ,નિરીક્ષકો નીમવાના હોય, ચુંટણી લડનારાઓની યાદી બનાવવાની હોય હંમેશા વર્ષો સુધી જુની યાદીની ઝેરોક્ષ કરાવી માથે મરાય છે. હા, જવાબદારીઓ બદલાય પણ બદલાયેલા સ્થાને ચહેરાતો એજ સામે આવે. જે નેતાઓ પોતાની જમીન સાચવી શક્યા નથી એમને જ જમીનદાર બનાવી કોંગ્રેસને પાંચ-પચીસ લોકોની જાગીર બનાવી દેવાઈ છે.
કોંગ્રેસના કી-બોર્ડમાંથી રીફ્રેશમેન્ટ બટન જ કાઢી નાખ્યુ
કોંગ્રેસ એક વિશાળ સમુદ્રમાંથી કુવામાં ફેરવાઈ જવાની સ્થિતિ સુધી આવી ગઈ છે… મોટા ભાગના મહાનગરોમાં વિરોધપક્ષ નો દરજ્જો મેળવવાના પણ ફાંફા છે છતાં બહારની વાસ્તવિકતા સમજવા તૈયાર નથી. બીજી હરોળ ઉભી થાય તો પોતાનો ગરાસ લુટાઈ જાય એવુ જાણતા નેતાઓએ કોંગ્રેસના કી-બોર્ડમાંથી રીફ્રેશમેન્ટ બટન જ કાઢી નાખ્યુ છે. નવુ સ્વીકારવા, નવુ વિચારવા કે નવા લોકોને અજમાવવા પક્ષ તૈયાર નથી. મને લાગે છે કે વિચારશીલ, બૌધિક લોકોને કોંગ્રેસની હોજરી પચાવી શકવામાં અક્ષમ બની છે જેના કારણે સાચા-સારા અને સક્ષમ લોકો ધીરે ધીરે પક્ષ છોડી રહ્યા છે.
આ પણ વાંચો : Sabarkantha : સરકારી કર્મચારીઓએ પડતર માંગણીને લઇને સોશિયલ મીડિયામાં આંદોલનના મંડાણ કર્યા
આ પણ વાંચો : Ahmedabad : વિદેશ મોકલવાના નામે ગોંધી રાખવાના કેસમા ક્રાઇમ બ્રાંચમા વધુ એક ફરિયાદ દાખલ