Sabarkantha : સરકારી કર્મચારીઓએ પડતર માંગણીને લઇને સોશિયલ મીડિયામાં આંદોલનના મંડાણ કર્યા
ગુજરાત સરકારના કર્મચારીઓની મુખ્ય માગણીમાં ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવી અને સાતમાં પગારપંચનો તમામ કર્મચારીઓને લાભ મળે તે છે.જયારે કેન્દ્ર સરકારે જાહેર કર્યા પ્રમાણે મોંઘવારી ભથ્થાની ચૂકવણી અને જૂની પેન્શન યોજના ચાલુ કરવી જેવી મુખ્ય માગણીઓનો સમાવેશ કરાયો છે.
ગુજરાત(Gujarat) રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા સોશિયલ મીડિયા(Social Media) મારફતે આંદોલનના મંડાણ કર્યા છે. જેમાં પડતર માગણીઓને લઈ રાજ્યના કર્મચારીઓ(Government Employee) અને પેન્શનરો આંદોલનમાં જોડાયા છે. આ અભિયાનમાં 4 લાખ 50 હજાર લાખ કર્મચારીઓએ ટ્વીટર પર મેસેજ કરીને આંદોલન શરૂ કર્યું છે. આ કર્મચારીઓએ ટ્વીટર પર રોજ એક માગને લઈ ટ્વીટ કરવાની તૈયારી બતાવી છે. આ અભિયાનમાં જોડાયેલા કર્મચારીઓની મુખ્ય માગણી પૈકીની ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવી અને સાતમાં પગારપંચનો તમામ કર્મચારીઓને લાભ મળે તે છે. જયારે કેન્દ્ર સરકારે જાહેર કર્યા પ્રમાણે મોંઘવારી ભથ્થાની ચૂકવણી અને જૂની પેન્શન યોજના ચાલુ કરવી જેવી મુખ્ય માગણીઓનો સમાવેશ કરાયો છે.
આ પણ વાંચો : Ahmedabad : વિદેશ મોકલવાના નામે ગોંધી રાખવાના કેસમા ક્રાઇમ બ્રાંચમા વધુ એક ફરિયાદ દાખલ
આ પણ વાંચો : Bhavnagar : કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નજીક સિંહના ફૂટ પ્રિન્ટ મળતા તંત્ર સાબદું, વન વિભાગે ટીમો બનાવી તપાસ હાથ ધરી