આણંદઃ બોરસદમાં ઓનલાઇન જુગારનો ખેલ, અઢી લાખથી વધુના મુદ્દામાલ સાથે 9 આરોપીની ધરપકડ

બોરસદ શહેરના ગંજબજારમાં ગેમઝોન નામની દુકાનમાં ઓનલાઇન જુગાર ચાલતો હતો. કોમ્પ્યુટર પર માસ્ટર કિંગ ગેમ દ્વારા ઓનલાઇન જુગાર રમાડવામાં આવતો હતો.

આણંદઃ બોરસદમાં ઓનલાઇન જુગારનો ખેલ, અઢી લાખથી વધુના મુદ્દામાલ સાથે 9 આરોપીની ધરપકડ
online-gamblers-nabbed-in-borsads-ganj-bazaar-nine-accused-arrested-with-more-than-2-5-lakh-cases
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 5:32 PM

દેશમાં ટેકનોલોજીનો ઉપયોગ વ્યાપક બની રહ્યો છે. પણ હાલના સમયમાં આ જ ટેકનોલોજીનો ઉપયોગ આરોપીઓ ગુના આચરવામાં કરી રહ્યા છે. આણંદના બોરસદમાં પણ આવી જ રીતે ટેકનોલોજીની મદદથી ગુનો આચરતા આરોપીઓ ઝડપાયા છે. બોરસદ શહેરના ગંજબજારમાં ગેમઝોન નામની દુકાનમાં ઓનલાઇન રમાડાતો જુગાર ઝડપાયો છે.

આરોપીઓની ધરપકડ બોરસદ શાક માર્કેટની પાછળ ગંજબજારની બાજુમાં આવેલ પુરૂષોતમ પ્લાઝા કોમ્પલેક્સમાં આ જુગારનો અડ્ડો ચલાવાતો હતો. આરોપીઓ ગેમઝોન નામની દુકાનમાં કોમ્પ્યુટર મારફતે “માસ્ટર કીંગ” નામની ગેમ ઉપર ઓનલાઇન જુગાર રમાડતા હતા. આણંદ સાઈબર ક્રાઈમ પોલીસને આ ઓનલાઇન જુગાર ચાલતો હોવા અંગે બાતમી મળી હતી. જે બાદ પોલીસે દરોડા પાડીને નવ આરોપીને રુ, 2,66,050ના મુદામાલ સાથે ઝડપી લીધા છે.જ્યારે અન્ય એક આરોપી ફરાર થઇ ગયો હતો.

ખાસ મોડેસ ઓપરેન્ડી આરોપીઓ પોલીસના હાથે ન લાગે તે માટે ખાસ મોડેસ ઓપરેન્ડી વાપરતા હતા. આરોપીઓ “માસ્ટર કિંગ” ગેમમાં પોતાના નામના આઇ.ડી. બનાવી જુગારી ગ્રાહકોને આકર્ષી અને બોલાવી “માસ્ટર કીંગ “ગેમના યુજર આઇ.ડી. આપી ગેમ રમાડતા હતા અને યુવાધાનને ગેમના બહાને જુગાર રમાડવામાં આવતો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

બે આરોપી ભાગીદારીમાં ચલાવતા જુગારનો અડ્ડો પોલીસે બાતમીના આધારે રેડ કરતા અને સ્થળની તપાસ કરતા જુગાર ગેમઝોન ચંન્દ્રેશ રમેશભાઇ પટેલ અને મીલનપુરી સુરેન્દ્રપુરી ગોસ્વામી ભાગીદારીમાં ચલાવતા હોવાનું સામે આવ્યુ.

જુગારીઓ પણ પોલીસ પકડમાં જુગારની ગેમ રમવા આવેલા હિતેશકુમાર પરષોતમભાઇ ચૌહાણ , વિક્રમગીરી ગોસ્વામી , અરબાજમીયા આરીફમીયા મલેક , યકીનમહંમદ સબ્બીરૂદ્દીન મલેક , જંયતીભાઇ નટુભાઇ હરીજન ,ઉર્વીશકુમાર કાંતિભાઇ પટેલ ,ભાનુભાઇ બાબુભાઇ પરમાર , બીંદેશભાઇ મફતભાઇ પરમાર સહિતના તમામને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

મહત્વનું છે કે આ  ગેમઝોનના આરોપી સંચાલકો છેલ્લા કેટલાય સમય થી આ આધુનિક જુગાર અડ્ડો ચલાવી લાખોની હારજીતનો ખેલ માંડી ચુક્યા હોવાનું જણાઇ છે.જોકે આ વિસ્તારમાંથી આ અંગેની ફરિયાદ મળતા જ પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી અને નવ આરોપીઓની ધરપકડ કરી.

આ પણ વાંચો: સુરતમાં તાપી કાંઠે છઠ પૂજાની તૈયારીઓને આખરી ઓપ અપાયો, 25 સ્થળોએ થશે છઠ પૂજા

આ પણ વાંચો: Kusu Kusu Song: નોરા ફતેહીનું ‘કુસુ કુસુ’ ગીત થયું રિલીઝ, પોતના હોટ ડાન્સ મૂવ્સથી કર્યાં લોકોને ઘાયલ, જુઓ વીડિયો

Latest News Updates

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">