Breaking News : ગુજરાતમાં વધુ એક જિલ્લો અસ્તિત્વમાં આવશે, બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાને મંજૂરી
ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે. આ નવા જિલ્લામાં વાવ અને થરાદના 8 તાલુકાનો સમાવેશ થશે, જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે. થરાદ નવા જિલ્લાનું મુખ્ય મથક બનશે. આ ઉપરાંત, રાજ્યમાં 9 નવા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ બનશે.
ગુજરાતમાં વધુ એક જિલ્લો અસ્તિત્વમાં આવશે. બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાને મંજૂરી મળી છે. બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવ-થરાદ નવો જિલ્લો બનશે. વાવ થરાદના 8 તાલુકા જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે. વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે.
નવા જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રખાશે
બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાની મંજૂરી બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવ-થરાદ નવો જિલ્લો બનશે તેવી વિગતો મળી રહી છે. કેબિનેટની અંદર સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. જો વાવ અને થરાદની વાત કરવામાં આવે તો વાવ-થરાદ એક જિલ્લો માનવામાં આવશે અને તેનું જે વડુમથક એ થરાદ રહેશે. આની સત્તાવાર જાહેરાત આજે સાંજે 4 વાગ્યે કરવામાં આવશે.
કયા તાલુકા કયા જિલ્લામાં રહેશે ?
વાવ થરાદ જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવશે. જેમાં, થરાદ, વાવ, સુઇગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ થશે. જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે, જેમાં, પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા કાંકરેજનો સમાવેશ થાય છે. તો શક્યતાઓ સેવાઇ રહી છે કે થરાદ જિલ્લાનું નામ બદલીને,, થીરપુર જિલ્લો જાહેર કરવામાં આવે.
કેબિનેટની બેઠકમાં મળી સૈદ્ધાંતિક મંજુરી
વાત મહત્વની એ પણ છે કે કે આજે વર્ષની પહેલી કેબિનેટ બેઠક મળી. વર્ષની પહેલી કેબિનેટ બેઠકમાં જ જે નગરપાલિકાઓને અને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો હતો, તેને પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. કેટલીક નગરપાલિકાઓને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. જો તેની વાત કરવામાં આવે તો નવસારી, વાપી, મહેસાણા, નડીયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ નગરપાલિકાઓ હતી. આ નગરપાલિકાઓને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે.
અલગ જિલ્લો ના થાય ત્યાં સુધી વહીવટી તંત્ર એક જ રહેશે
જો અત્યારે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા અત્યારે એક જ જિલ્લો છે અને આગામી વર્ષે આ બે જિલ્લા તરીકે તેને કાર્યરત કરવામાં આવશે. એટલે કે બનાસકાંઠા અને ત્યારબાદ વાવ-થરાદ જિલ્લા તરીકે કાર્યરત થશે અને ત્યાં સુધી વહીવટી તંત્ર એક જ રહેશે. એટલે વધુ એક જિલ્લો અને તેની સાથે જે જે નગરપાલિકાઓ છે તેને મહાનગરપાલિકામાં અપગ્રેડેશનની જે મહત્વપૂર્ણ મંજૂરી છે તે આજે કેબિનેટમાં મળી ચૂકી છે. તેની સત્તાવાર જાહેરાત છે તે સાંજે 4 વાગ્યે થશે.
નવી 9 કોર્પોરેશનને પણ સત્તાવાર મંજૂરી અપાઈ
આ તરફ નવી 9 કોર્પોરેશનને પણ સત્તાવાર મંજૂરી અપાઈ છે. નવસારી, વાપી, મહેસાણા, નડીયાદ, આણંદ કોર્પોરેશન બનશે. સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર પણ કોર્પોરેશન બનશે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે.