ગુજરાતમાં ખાનગી પ્રેકટિસ વિનાના કરાર આધારિત સરકારી તજજ્ઞ તબીબોનો પગાર વધારીને 1.30 લાખ કરાયો

|

Aug 28, 2024 | 6:07 PM

સર્જરી સાથે સંકળાયેલા તજજ્ઞ તબીબોને પ્રતિ માસ મળતા વેતન ઉપરાંત મેજર અને માઇનોર સર્જરી માટે જે દર ચુકવવામાં આવે છે તે રૂ. 300 થી વધારીને હવેથી પ્રતિ સર્જરી દીઠ રૂ. 2000 સુધીની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે.

ગુજરાતમાં ખાનગી પ્રેકટિસ વિનાના કરાર આધારિત સરકારી તજજ્ઞ તબીબોનો પગાર વધારીને 1.30 લાખ કરાયો

Follow us on

ગુજરાતમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીસ્ટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા કરાર આધારિત ખાનગી પ્રેક્ટિસ વગરના તજજ્ઞ તબીબોને હાલમાં રૂપિયા 95,000નું વેતન આપવમાં આવે છે. ગુજરાત સરકારે આ વેતનમાં વધારો કરીને હવેથી રૂ. 1,30,000 લાખ પ્રતિ માસ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં કરાર આધારિત તબીબોને ખાનગી પ્રેક્ટિસ કરવાની છૂટ આપવામાં આવતી નથી. આથી ખાનગી પ્રેક્ટિસ વગર કરાર આધારિત સેવા આપતા તજજ્ઞ તબીબોના પ્રતિ માસના વેતનમાં માતબર રકમનો વધારો કરાયો છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કરેલા નિર્ણય અનુસાર, જે તબીબ ખાનગી પ્રેક્ટિસ કરતા નથી અને સરકારી દવાખાનામાં કરાર આધારિત ફરજ બજાવે છે તેમને રૂ. 95000 પ્રતિ માસ વેતન આપવામાં આવે છે, આ વેતનમાં વધારો કરીને હવેથી તેમને પ્રતિ માસ રૂ.1,30,000 આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે અંદાજે 37 % જેટલો પગાર વધારો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સર્જરી સાથે સંકળાયેલા તજજ્ઞ તબીબોને પ્રતિ માસ મળતા વેતન ઉપરાંત મેજર અને માઇનોર સર્જરી માટે જે દર ચુકવવામાં આવે છે તે રૂ. 300 થી વધારીને હવેથી પ્રતિ સર્જરી દીઠ રૂ. 2000 સુધીની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. વધુમાં કરાર આધારિત સેવારત એનેસ્થેટીસ્ટ તબીબોને પણ પ્રોત્સાહક રકમના 50 ટકા રકમ પ્રતિ સર્જરી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે સર્જીકલ તજજ્ઞો સિવાયના અન્ય તજજ્ઞોને PMJAYના પ્રવર્તમાન ધારા-ધોરણો મુજબ જ ઇન્સ્ટેન્ટિવ મળવાપાત્ર બનશે.

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજીસ્ટ અને ઇ.એન.ટીને લગતી વિવિધ મેજર સર્જરી માટે રૂ. 2000 અને રૂ. 1250 તેમજ માઇનોર સર્જરી માટે રૂ. 600 અને રૂ. 300 પ્રતિ સર્જરી તબીબોને ચૂકવવામાં આવશે.

Next Article