Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હવે CM કાર્યાલયમાં કરી શકાશે સીધી જ ફરિયાદ, વોટ્સએપના માધ્યમથી મુખ્યપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરી શકાશે, આ રહ્યો નંબર

મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.

Breaking News : હવે CM કાર્યાલયમાં કરી શકાશે સીધી જ ફરિયાદ, વોટ્સએપના માધ્યમથી મુખ્યપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરી શકાશે, આ રહ્યો નંબર
Follow Us:
| Updated on: Jan 10, 2023 | 3:44 PM

હવેથી CM કાર્યાલયમાં સીધી જ ફરિયાદ કરી શકાશે. મુખ્યપ્રધાન કાર્યાલય સાથે જોડાવા વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. વોટ્સએપના માધ્યમથી મુખ્યપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરી શકાશે. વોટ્સએપ માટે એક  નંબર પણ જાહેર કરાયો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.

નવી સરકારમાં જે કાર્યો છે તે સરળ બનાવવા માટે કયા નવા પ્રયોગો કરી શકાય, તેના માટે મુખ્યમંત્રી અને સરકાર કામ કરી છે. જેના ભાગ રુપે મુખ્યમંત્રી કાર્યાલય સાથે હવે સીધુ જ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઇ શકાશે.જેથી મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે એક વોટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. +91 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે પ્રકારે જુદા જુદા વિભાગોની ફરિયાદ છે, અથવા તો અમુક ફરિયાદો એવી હોય છે કે જે પ્રત્યક્ષ રીતે જઇને કરવી જરુરી નથી હોતી. સામાન્ય ફરિયાદથી જ તેને ધ્યાને લાવી શકાય છે.

જેથી તમામ પ્રકારની ફરિયાદો હવે વોટ્સએપના માધ્યમથી કરી શકાશે. સંપર્ક અરજી કરવા માટે આ વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. તો તેના જ માધ્યમથી ફરિયાદોનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રી કાર્યાલય પ્રયત્નશીલ રહેશે. સરકાર દ્વારા જે વો્ટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં અલગ અલગ પ્રકારે અરજી કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે.

બીજી તરફ શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષમાં વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા વિરુદ્ધ પક્ષ એક્શન લેવાની તૈયારીમાં છે. પ્રદેશ ભાજપની શિસ્ત સમિતિમાં આ અંગે અંદાજે 600 જેટલી ફરિયાદો મળી છે. પક્ષ વિરોધી કાર્ય અને ચૂંટણીમાં નિષ્ક્રિય રહેવા અંગેની ફરિયાદો મળ્યા બાદ પક્ષે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. આ ફરિયાદોની ચકાસણી કરવા વલ્લભ કાકડિયાના નેતૃત્વમાં ભાજપે ટીમની નિયુક્તિ કરી છે. આ શિસ્ત સમિતિએ ઝોન પ્રમાણે ફરિયાદો સાંભળવાનું ચાલુ કર્યું છે. આમ તો પક્ષ અત્યારે ઠપકો આપવાના જ મૂડમાં છે, પરંતુ જો ગેરશિસ્ત પક્ષને વધુ નુકસાન કરી ગયું હશે, તો જે-તે જવાબદાર સામે કડક પગલાં પણ ભરાઈ શકે છે..

 (વિથ ઇનપુટ- રોનક વર્મા, અમદાવાદ) 

અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">