રાજકોટ મનપામાં રૂપિયા લીધા વિના કોઈ કામ ન થતા હોવાનો આરોપ, ફાયર ઓફિસરે પૈસા લઈને પણ કામ ન કર્યાનો કર્યો સાંસદ રામ મોકરિયાનો આક્ષેપ

રાજકોટ મહાનગરપાલિકામાં પૈસા લીધા વગર કોઈ કામ જ થતા નથી. આવુ કહી રહ્યા છે રાજકોટથી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા. મોકરિયાએ આક્ષેપ કર્યો છે કે ફાયર ઓફિસર ભીખા ઠેબાએ રામ મોકરિયા પાસેથી 70 ફાયર NOC માટે 70 હજાર રૂપિયા લીધા હોવાની ચર્ચા છે. tv9 સાથેની વાતચીતમાં મભમમાં રામ મોકરિયાએ એવુ કહ્યુ હતુ કે 70 હજાર રૂપિયા લીધા હતા, એ જુની વાત છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2024 | 3:58 PM

રાજકોટના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી સામે ફરી એકવાર સવાલ ઉઠાવતા ગંભીર આક્ષેપ કર્યો છે. રામ મોકરિયાએ આક્ષેપ કર્યો છે કે રાજકોટ મનપામાં રૂપિયા વગર કંઈ કામ જ થતા નથી. ફાયર ઓફિસર ભીખા ઠેબાએ રામ મોકરિયા પાસેથી 70 હજાર રૂપિયા લીધા હોવાની ચર્ચા છે. અધૂરામાં પુરુ 70 હજાર રૂપિયા લીધા બાદ પણ ફાયર NOC ન મળી હોવાની પણ ચર્ચા છે. સાંસદ રામ મોકરિયા પાસેથી ફાયર અધિકારીએ રૂપિયા લીધા હોવાની ચર્ચા છે. ભીખા ઠેબાની અગ્નિકાંડ બાદ ગઈકાલે ક્રાઈમ બ્રાંચે કલાકો સુધી પૂછપરછ પણ હાથ ધરી હતી.

tv9 સાથેની વાતચીતમાં સાંસદ રામ મોકરિયાએ જણાવ્યુ હતુ કે ફાયર અધિકારીએ એકવાર 70 હજાર રૂપિયા લીધા હતા એ જુની વાત છે. અત્યારે કોના પાપે ઘટના બની તેની તપાસ કરો. ભ્રષ્ટાચાર કોણ કરે છે તેની તપાસ કરવામાં આવે. જો કે જો કે અહીં સૌથી મોટો સવાલ એ પણ છે કે ફાયર NOC માટે ફાયર અધિકારીએ સાંસદ મોકરિયા પાસે રૂપિયા માગ્યા તો માગ્યા પરંતુ સાંસદે રૂપિયા આપી પણ દીધા એ તો કેવુ? જે ખુદ સરકારનો એક ભાગ છે એ સાંસદે પણ કામ કરાવવા ભ્રષ્ટાચારને પોશવો પડે એ તો કેવુ! માની લો કે જે તે સમયે રામ મોકરિયા સાંસદ ન હોય અને તેમણે પોતાનુ કામ કરાવવા માટે RMCના ફાયર અધિકારીને પૈસા આપવા પડ્યા હોય તો સાંસદ બન્યા બાદ એ અધિકારીને ખુલ્લો પાડવાની જવાબદારી કોની? જનતાના પ્રતિનિધિ તરીકે સાંસદ રામ મોકરિયાએ કેમ એ અધિકારીને ખુલ્લા ન પાડ્યા?

અહીં સવાલ એ પણ છે કે RMCમાં પૈસા લીધા વિના કોઈ કામ જ ન થતા હોય તો ખુ્લ્લેઆમ ચાલતા આ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપનારા મોટા માથાઓ છે કોણ? પૈસા લેવાના અને પૈસા ખાવાના આ વહીવટમાં કોણ કોણ સામેલ છે? આ વહીવટમાં કોની કોની ભાગબટાઈ છે? આ વહીવટના રૂપિયાથી કોના ખીસ્સા ગરમ થઈ રહ્યા છે. શું આ બધા પાછળ કોઈ મોટા સરકારી અધિકારીની રહેમ નજર તો નથી?

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડમાં તપાસનો રેલો હવે અધિકારીઓ સુધી પહોંચ્યો, બદલી કરાયેલા કમિશનર સહિત મુલાકાત લેનારા ફોટોવાળા અધિકારીઓને SITનું તેડુ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !
આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !
જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ
જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ
ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી
ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી
રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
g clip-path="url(#clip0_868_265)">