રાજકોટ અગ્નિકાંડમાં તપાસનો રેલો હવે અધિકારીઓ સુધી પહોંચ્યો, બદલી કરાયેલા કમિશનર સહિત મુલાકાત લેનારા ફોટોવાળા અધિકારીઓને SITનું તેડુ

રાજકોટ અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આજે ડીજી ઓફિસમાં તત્કાલિન શહેર કમિશનર IPS રાજુ ભાર્ગવ અને મનપા કમિશનર આનંદ પટેલની પૂછપરછ હાથ ધરાશે. TRP ગેમઝોનની જે તે સમયે મુલાકાત લેનારા અધિકારીઓને પણ આજે સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ બનેલી SIT દ્વારા તેડુ મોકલાયુ છે. આજે ગેમઝોનની મુલારાત લેનારા ફોટોવાળા ચારેય અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે.

yunus.gazi
| Edited By: | Updated on: May 30, 2024 | 12:30 PM

રાજકોટના ચકચારી અને ગોજારા અગ્નિકાંડ બાદ હવે રાજ્ય સરકાર દ્વારા રચેલી SIT દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આજથી IPS રાજુ ભાર્ગવ અને IAS આનંદ પટેલની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આજે ડીજી ઓફિસ દ્વારા જે તે સમયે ગેમઝોનને મંજૂરી અપાઈ ત્યારથી લઈને માનવસર્જિત આ દુર્ઘટના સર્જાઈ એ સમય સુધી શહેર પોલીસ કમિશનર અને રાજકોટ મનપા કમિશનર રહેલા બંને IPS રાજુ ભાર્ગવ અને IAS આનંદ પટેલની પૂછપરછ કરવામાં આવી રહી છે.

રાજકોટ ટીઆરપી ગેમઝોનની મુલાકાત લેનારા ફોટોવાળા ચારેય અધિકારીઓને CID ક્રાઈમના અધિક પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીના વડપણમાં પણ બનેલી SITનું તેડુ મોકલાયુ છે. આ ચારેય અધિકારીઓમાં તત્કાલિન કલેક્ટર અરૂણ મહેશ બાબુ,તત્કાલિન ડીસીપી ઝોન-1 પ્રવિણ મીણા, તત્કાલિન એસપી બલરામ મીણા, તત્કાલિન મનપા કમિશનર અમિત અરોરાનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ સંદર્ભે સંલગ્ન વિભાગના ટોપ ટુ બોટમ તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે.

ટીઆરપી ગેમ ઝોન શરૂ થયુ ત્યારથી લઈને અત્યાર સુધીમાં રાજકોટના તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. વર્ષ 2021થી અત્યાર સુધીના રાજકોટના નિયુક્ત થયેલા અધિકારીઓના નિવેદન લેવાશે. SITના વડા સુભાષ ત્રિવેદીએ સ્પષ્ટ જણાવ્યુ છે આ દુર્ઘટનામાં જવાબદાર એકપણ અધિકારીને છોડવામાં આવશે નહીં. સપ્ટેમ્બર 2023માં આગ લાગી હોવા છતા મામલો દબાવી દેવાયો હોવાનુ પણ તપાસમાં સામે આવ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલી SITમાં SITના વડા સુભાષ ત્રિવેદી, બંછાનિધિ પાની, FSLના ડાયરેક્ટર એચ.પી. સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન ખડિયા અને માર્ગ મકાન વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જિનિયર એમબી દેસાઈનો સમાવેશ થાય છે.

રાજકોટ ગેમઝોનમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં ભડથુ થઈ ગયેલા 30 લોકોના દર્દનાક મોત બાદ સરકાર દ્વારા તાત્કાલિક પાંચ સભ્યોની સ્પેશ્યિલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમે તેનો પ્રાથમિક રિપોર્ટ આપી દીધો છે. પરંતુ ફાઈનલ રિપોર્ટ માટે 10 દિવસનો સમય માગ્યો છે. ત્યારે આ ટીમના સભ્યોએ જવાબદારો અને શંકાસ્પદ લોકો સામે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Big Breaking: રાજકોટ અગ્નિકાંડમાં ગેમ ઝોનના સૌથી મોટા ભાગીદાર પ્રકાશ હિરનના મોતની પુષ્ટિ, DNA થયા મેચ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">