AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરસાદ, વાવાઝોડાં કે કુદરતી આફતોના સમયે હવે સૌરાષ્ટ્ર પંથકમાં નહીં થાય બત્તી ગુલ, તંત્ર દ્વારા તૈયાર કરાયો ખાસ પ્લાન

રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં મોટા શહેરોને વિજપોલ મુક્ત કરવાનો PGVCL દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 540 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ભુજ અને પોરબંદર જેવા શહેરોમાંથી વિજપોલ દૂર કરવામાં આવશે. એટલે કે કુદરતી આફતો સમયે હવે તમારા ઘરની બત્તી ગુલ નહીં થાય. વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આફતોને કારણે વિજળી ગુલ થવાની ઘટનાાઓ હવે ભૂતકાળ […]

વરસાદ, વાવાઝોડાં કે કુદરતી આફતોના સમયે હવે સૌરાષ્ટ્ર પંથકમાં નહીં થાય બત્તી ગુલ, તંત્ર દ્વારા તૈયાર કરાયો ખાસ પ્લાન
Gaurav Dave
| Edited By: | Updated on: Feb 03, 2019 | 7:54 AM
Share

રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં મોટા શહેરોને વિજપોલ મુક્ત કરવાનો PGVCL દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 540 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ભુજ અને પોરબંદર જેવા શહેરોમાંથી વિજપોલ દૂર કરવામાં આવશે. એટલે કે કુદરતી આફતો સમયે હવે તમારા ઘરની બત્તી ગુલ નહીં થાય.

વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આફતોને કારણે વિજળી ગુલ થવાની ઘટનાાઓ હવે ભૂતકાળ બની જશે. કારણ કે છેલ્લા ઘણાં સમયથી પીજીવીસીએલ દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનો IPDS પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા 540 કરોડનાં ખર્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં 9 શહેરોને વિજપોલ મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર-કચ્છ પીજીવીસીએલ કચેરીનાં આંકડા પર નજર કરીએ તો…

શહેર અંદાજીત ખર્ચ (રૂ.માં) અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ (કિલોમીટર)
રાજકોટ  63.42 કરોડ  240
જૂનાગઢ અને વેરાવળ  8.78 કરોડ  40.04
જામનગર  8.56 કરોડ  35
ભાવનગર, પાલીતાણા, તળાજા  34.22 કરોડ  142.9
ભુજ  5.46 કરોડ  22.5
પોરબંદર  16.62 કરોડ 60

આ તમામ વિસ્તારોમાં વિજપોલ દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનાં પવિત્ર યાત્રાધામ દ્વારકાને વિજપોલમુક્ત કરવાની કામગીરી પૂર્ણ પણ કરી દેવામાં આવી હોવાનું પીજીવીસીએલનાં એમ.ડીએ દાવો કર્યો છે.

પીજીવીસીએલનાં એમ.ડી ભાવિન પંડ્યાએ કહ્યું હતું કે, પ્રથમ તબક્કે સૌરાષ્ટ્રનાં મોટા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ વિજપોલ દૂર કરી અન્ડરગ્રાઉન્ડ કરવાની વિચારણા ચાલી રહી છે. ગ્રાહકોને ઉત્તમ વિજ વિતરણ વ્યવસ્થાનો લાભ મળશે અને કુદરતી આફતોથી સર્જાતા વિજ વિક્ષેપો પણ ઘટશે.

ભારત સરકારે ઇન્ટીગ્રેટેડ પાવર ડેવલોપમેન્ટ સ્કીમ શરૂ કરી છે. શહેરી વિસ્તારમાં ગ્રાહકોનું જીવન સ્તર, જીવન શૈલી અને વપરાશનાં માળખામાં સતત સુધારો કરવા માટેની આ યોજનામાં સૌરાષ્ટ્રનાં 69 જેટલા નાા મોટા શહેરોને આવરી લેવામાં આવ્યા છે.

માત્ર રાજકોટ શહેરમાંથી 4800 વિજપોલ દુર કરવા પાછળ 63.42 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટથી થશે આટલા ફાયદા

– કુદરતી આફત, વરસાદ કે વાવાઝોડામાં વીજળી નહીં જાય – મેન્ટેનન્સ કામગીરી ઘટશે જેથી કાપ નહીં આવે – ટ્રીપિંગ પ્રોબ્લેમમાં ઘટાડો થતા વિજ પૂરવઠો નહીં ખોરવાય – પાવર ચોરી ઘટી જશે – વૃક્ષોની ડાળીઓમાં વાયર ફસાવાની ઘટનાઓ નહીં બને જેથી વૃક્ષનું નિકંદન ઘટશે – સલામતી વધશે અને સલામતીમાં વધારો થશે – શહેરની સુંદરતામાં પણ વધારો થશે

[yop_poll id=1025]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">