Porbandar : નિરમા કેમિકલ્સ ફેક્ટરીમાં મોતનો મામલો, કંપનીના એમડી અને વાઇસ પ્રેસિડેન્ટની પૂછપરછ માટે અટકાયત

પોરબંદરની જાણીતી કંપની નિરમા કેમિકલ્સમાં ફરી એક વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બકેટ તૂટી પડતા 2 કામદારોના મોત થયા છે. આ બાબતે પોલીસ એકસનમાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 6:01 PM

પોરબંદરની જાણીતી કંપની નિરમા કેમિકલ્સ ફેકટરીમાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા એક કર્મચારી એન્જીનિયરનું અને એક કામદારનું મોત થયું છે. ત્યારે ફેકટરીને ખાલી કરવામાં આવી રહી છે. આ બાબતે પોલીસે અને વહીવટી તંત્રએ ફેકટરીના એમ.ડી જી.જે અદ્રોજા અને વાઇસ પ્રેસિડેન્ટ વી.જી પાટોડીયાને અટકમાં લીધા છે.

તમને જણાવી દઈએ કે પોરબંદરની જાણીતી કંપની નિરમા કેમિકલ્સમાં ફરી એક વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બકેટ તૂટી પડતા 2 કામદારોના મોત થયા છે. તો ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. એક કામદારનું ઘટનાસ્થળે તો અન્ય એક કામદારનું સારવાર દરમિયાન મોત થયું છે. બકેટ તૂટતા જ કુલ પાંચ કામદારો બકેટ નીચે દબાઇ ગયા હતાં. જેમાંથી ચાર કામદારોને ગંભીર ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

મહત્વનું છે કે, માત્ર એક જ મહિનામાં કુલ ત્રણ ઘટનામાં ત્રણ કામદારોના મોત થયાનું સામે આવ્યું છે. 10 દિવસ પહેલાં પણ પોરબંદરની નિરમા ફેકટરીમાં એક કામદાર પાઇપ ફિટિંગનું કામ કરતો હતો તે દરમ્યાન લોખંડનો પાઇપ માથે પડતા કામદારનું મોત થયું હતું. આ પહેલાં 17 સપ્ટેમ્બરના રોજ નિરમા ફેકટરીમાં લોખંડનું સ્ટ્રેકર તૂટતા ઓઘડ લખુભાઈ જમોડ નામના કામદારનું મોત નિપજ્યું હતું. આમ, માત્ર દોઢ જ મહિનાના ગાળામાં કુલ 3 કામદારોના મોત થતા કંપનીની લાપરવાહી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો: ગરીબોની બેલી બનતી ભૂપેન્દ્ર પટેલ સરકાર, અંબાજીમાં આવાસ વિહોણા ૩૩ લાભાર્થીઓને દુર્ગાષ્ટમીએ સરકારની ભેટ

આ પણ વાંચો: શિવ-પાર્વતીના લગ્ન : જામનગરમાં સાતમાં નોરતે પુરુષોએ ખાસ પોષકમાં ઈશ્વર વિવાહની ઉજવણી કરી, વર્ષો જૂની પરંપરા

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">