શિવ-પાર્વતીના લગ્ન : જામનગરમાં સાતમાં નોરતે પુરુષોએ ખાસ પોષકમાં ઈશ્વર વિવાહની ઉજવણી કરી, વર્ષો જૂની પરંપરા
Navratri 2021 : અર્વાચીન રાસ ગરબાના વધતા ક્રેઝ વચ્ચે પણ અનેક પ્રાચીન ગરબાઓ પોતાની પરંપરા જાળવે છે. અનેક વિશેષતાના કારણે જલાનીજારનો આ શિવવિવાહનો રાસ રાજયભરમાં પ્રખ્યાત છે.
JAMNAGAR : જામનગરના જલાનીજાર વિસ્તારમાં પુરૂષો પિંતાબર પહેરીને ગરબા રમે છે. નવરાત્રીના સાતમાં નોરતે અહી ઈશ્વર વિવાહ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અહી સાતમાં નોરતામાં અનોખા રાસ લેવાય છે, જે ઈશ્વર વિવાહથી ઓળખાય છે. આ રાસ માત્ર પુરૂષો બોલે છે અને રમે છે એ પણ ખાસ પોશોકમાં.
આશરે 350 વર્ષથી જામનગરના જલાનીજાર વિસ્તારમાં અનોખી ગરબી થાય છે. આ પ્રાચીન ગરબીમાં માત્ર પુરૂષો રાસ રમે છે અને ખાસ પોશોકમાં, જેમાં ઝભ્ભો કે બંડી અને ધોતીયુ અને પીતાંબર વસ્ત્રો પહેરે છે અને રમે છે. નવરાત્રીના સાતમાં દિવસે અંહી ઈશ્વર વિવાહનો રાસ રમાય છે. જેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થાય છે. આ રાસ 3 કલાકથી વધુ સમય સુધી ચાલે છે. વૃદ્ધ, યુવાનો અને નાના બાળકો આ ગરબામાં એક સાથે એક તાલે ઝુમે છે.
જામનગરમાં જલાનીજાર વિસ્તરારમાં થતી પુરષોની ગરબી રાજયભરમાં પ્રખ્યાત બની છે. પ્રાચીન ગરબાની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવા પેઢીદરપેઢીથી સફળ પ્રયાસ થાય છે. જેમાં પુરૂષોની સાથે નવી પેઢીના યુવાનો અને કિશોરો પણ આ ગરબીમાં ગરબા રમે છે. જયા કોઈ સાઉન્ડ સીસ્ટમ નહી પરંતુ નગારુ વગાડીને એક સાથે ઈશ્વર વિવાહનો છંદ ગાતા ગાતા ગરબા રમે છે. ગરબામાં એક તાલે પુરૂષો રમે છે. અર્વાચીન ગરબાની જેમ અંહી આધુનિક સાઉન્ડ સીસ્ટમ કે સ્પીકર નથી હોતા. રમતા પુરૂષો જ રાસ રમતા-રમતા છંદ ગાય છે.
પ્રાચીન આ ગરબીમાં વડીલોની સાથે યુવાનો અને નાના બાળકો પણ જોડાય છે અને પરંપરા જાળવી રાખી છે. આ અનોખા રાસને જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે. ગુજરાત બહારથી લોકો અંહી ખાસ આ રાસ રમવા માટે આવે છે.જેમાં ખાસ નવરાત્રીના સાતમના દિવસના ખાસ ઈશ્વર વિવાહના ગરબાનુ વિશેષ આકર્ષણ હોય છે. જેમાં એક જ પંકિત ચાર વખત રાગ સાથે ગાવામાં આવે છે. અંદાજે સાડા 3 કલાક સુધી આ છંદ ચાલે છે. જામનગર છોડીને નોકરી વ્યવસાય અર્થે અન્ય શહેર કે રાજયમાં વસવાટ કરનાર પણ ખાસ આ દિવસે ગરબા રમવા અને માણવા માટે ખાસ જામનગર આવે છે. માત્ર પુરૂષોની આ પ્રાચીન ગરબી વિખ્યાત બની છે.
અર્વાચીન રાસ ગરબાના વધતા ક્રેઝ વચ્ચે પણ અનેક પ્રાચીન ગરબાઓ પોતાની પરંપરા જાળવે છે. અનેક વિશેષતાના કારણે જલાનીજારનો આ શિવવિવાહનો રાસ રાજયભરમાં પ્રખ્યાત છે.
આ પણ વાંચો : PHOTOS : CM ભુપેન્દ્ર પટેલે આદ્યાશકિત ધામ અંબાજીમાં અષ્ટમીએ માતાજીના પૂજન અર્ચન કર્યા
આ પણ વાંચો : જસ્ટિસ અરવિંદ કુમાર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા