હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, શાહીન વાવાઝોડાની ગુજરાત પર અસર નહીં થાય

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે શાહીન વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર નહિ થાય. વાવાઝોડું સતત વાયવ્ય દિશા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું શાહીન 25 કિમિ પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 5:55 PM

ગુજરાત પર તોળાઇ રહેલા એક સંકટને લઇને હવે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે શાહીન વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર નહિ થાય. વાવાઝોડું સતત વાયવ્ય દિશા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું શાહીન 25 કિમિ પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડું દ્વારકાથી 400 કિમી અને કરાંચી (પાકિસ્તાન)થી 260 કિમિ દૂર છે. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે. વાવાઝોડું ભારતીય દરિયાઈ સીમાથી દુર જતું હોવાથી ગુજરાતમાં કોઈ અસર નહિ.

નોંધનીય છેકે છેલ્લા 48 કલાકથી રાજયના દરિયાકાંઠે શાહીન વાવાઝોડાને પગલે ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. અને, વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે. ત્યારે હવે શાહીન વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી દુર જઇ રહ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. જેને કારણે હાલ વરસાદી માહોલમાંથી થોડી રાહત મળશે.

તમને જણાવી દઈએ કે ચક્રવાતની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. પરંતુ હવે રાહતના સમાચાર છે. વરસાદની ગતિ ઓછી થઇ ગઇ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જો કે હવે વરસાદે વિરામ લેતા ગુજરાત પરથી મોટું સંકટ ટળી ગયું છે.

હવામાન વિભાગે આ પહેલા કહ્યું હતું કે આજે એટલે કે પહેલી ઓક્ટોબરે શાહિન ચક્રવાતનું રૂપ ધારણ કરશે. જેથી 100 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી હતી. પરંતુ, હવે સંકટ ટળી ગયું છે. આવામાં માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">