Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવા વર્ષની ઉજવણીમાં દારુ પિધા બાદ, ગુજરાતમાં જવાને બદલે દમણમાં જ રાત્રિરોકાણ કરવા સાંસદનુ નિવેદન, જુઓ Video

થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે દીવ અને દમણમાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી છે. હોટલો હાઉસફુલ છે. આ વચ્ચે સાંસદ ઉમેશ પટેલે પર્યટકોને સલામતી અને સગવડો અંગે ખાતરી આપી છે. અને તેમના માટે વિશેષ વ્યવસ્થા દમણમાં કરાઇ છે.

નવા વર્ષની ઉજવણીમાં દારુ પિધા બાદ, ગુજરાતમાં જવાને બદલે દમણમાં જ રાત્રિરોકાણ કરવા સાંસદનુ નિવેદન, જુઓ Video
Follow Us:
| Updated on: Dec 31, 2024 | 5:49 PM

થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે ત્યારે ઠેર ઠેર ફરવાલાયક સ્થળો પર લોકોની ભીડ ઉમટી છે. તે ધાર્મિક સ્થળ હોય કે પછી અન્ય કોઈ સ્થળ. તમામ જગ્યાઓ પર લોકો ઉમટી પડ્યા છે. ત્યારે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને સંઘપ્રદેશ દીવમાં પણ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. કહેવાય છે કે દીવ ગુજરાતીઓ માટે ફેવરિટ સ્થળ છે જેના અને નહીં અનેક કારણો છે.

દીવમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી લોકો દીવમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને કરવા માટે પહોંચ્યા છે. સાથે સાથે અન્ય રાજ્યો અને છેક વિદેશથી પણ અનેક લોકો થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે દીવ આવી પહોંચ્યા છે.

લોકોએ દીવના સુંદર દરિયાકાંઠે મજા માણતા નજરે પડ્યા હતા. સાથે જ દીવમાં આવેલ અનેક ફરવાલાયક સ્થળો પર લોકો મોજ માણી રહ્યા છે. તો બીજી તરફ થર્ટી ફર્સ્ટને લઈને સંઘપ્રદેશ દીવમાં તમામ હોટલમાં અત્યારથી લોકોએ એડવાન્સમાં બુકિંગ કરાવી લીધી છે. દીવને મોટાભાગની હોટલો હાઉસફૂલ થઈ ગઈ છે.

આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય
Plant in pot : આ 3 છોડ ઘરની શોભામાં ચાર ચાંદ લગાવશે
KKRના 23.75 કરોડ રૂપિયા પાણીમાં ગયા !
ડાલામથ્થા ક્યા બે પ્રાણીનો શિકાર ક્યારેય નથી કરતો?
RCBએ રચ્યો ઈતિહાસ, બધી ટીમોને પાછળ છોડી દીધી
Jio એ આપી મોટી ભેટ ! આ સેવા મળશે એકદમ ફ્રી

દમણમાં ગુજરાત અને મહારાષ્ટ્ર કે અન્ય રાજ્યોથી આવી પર્યટકોને થર્ટી ફર્સ્ટ ની ઉજવણી કરે છે. આ દરમ્યાન પર્યટકોના વ્હારે દમણ દીવના સાસંદ ઉમેશ પટેલ આવ્યા છે. તેમનું કહેવું છે કે દમણમાં ગુજરાત અને મહારાષ્ટ્ર કે અન્ય રાજ્યોથી આવી પર્યટકોને થર્ટી ફર્સ્ટ ની ઉજવણી કરે છે. પરંતુ એ ઉજવણી તેઓને મોંઘી પડે છે કારણ કે, વલસાડ પોલીસ દમણની બધી સીમાઓ પર તેનાત રહી પર્યટકોને પરેશાન કરતાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

દમણ દીવ સાંસદ ઉમેશભાઈ પટેલે થર્ટી ફર્સ્ટ ની ઉજવણી દમણમાં કરવાની ઈચ્છા ધરાવતા પર્યટકોની મદદ માટે તેમણે ઘોષણા કરી છે. આ સાથે પર્યટકોને દમણની હોટલમા રહેવું પોસાતું ન હોય તેવા પર્યટકોએ નશાની હાલતમાં ઘરે ન જવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે દમણમાં જ રાતવાસો કરી સવારે ઘરે જવા સૂચન કર્યું છે. ખાસ કરીને આવા પર્યટકો માટે રાત્રી રોકાણની પૂરી સગવડ પણ દમણના કોળી પટેલ સમાજ હોલમાં કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

(With Input : Nilesh Gamit)

g clip-path="url(#clip0_868_265)">