Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari : ચીખલીની બે વિદ્યાર્થિનીઓ યુક્રેનથી પરત ફરતાં પરિવારજનોના જીવમાં જીવ આવ્યો

નવસારીના બીલીમોરાની મેશ્વા ગજ્જર અને ચીખલીના ખેરગામ રોડ પર રહેતી 25 વર્ષીય રાબીયા શેખ સુરક્ષિત ઘરે પરત ફરી છે. રાબીયાએ યુક્રેનની સ્થિતિ વર્ણવી હતી.તે નેશનલ મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરતી હતી. અભ્યાસ પૂર્ણ થવામાં ફક્ત 3 મહિના જ બાકી હતા.. તેવા સમયે જ યુદ્ધ થતાં તેઓ ભયભીત થઈ ગયા હતા.

Navsari : ચીખલીની બે વિદ્યાર્થિનીઓ યુક્રેનથી પરત ફરતાં પરિવારજનોના જીવમાં જીવ આવ્યો
Navsari Student Return From Ukraine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 7:20 PM

ગુજરાતના(Gujarat)  ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત ફરતાં(Russia Ukraine War) પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.. નવસારીના(Navsari)  ચીખલીની બે વિદ્યાર્થિનીઓ પણ યુક્રેનથી પરત ફરતાં પરિવારજનોના જીવમાં જીવ આવ્યો છે.. ઓપરેશન ગંગા અંતર્ગત આ વિદ્યાર્થિનીઓ હેમખેમ ઘરે પરત ફરી છે. બીલીમોરાની મેશ્વા ગજ્જર અને ચીખલીના ખેરગામ રોડ પર રહેતી 25 વર્ષીય રાબીયા શેખ સુરક્ષિત ઘરે પરત ફરી છે. રાબીયાએ યુક્રેનની સ્થિતિ વર્ણવી હતી..તે નેશનલ મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરતી હતી. અભ્યાસ પૂર્ણ થવામાં ફક્ત 3 મહિના જ બાકી હતા. તેવા સમયે જ યુદ્ધ થતાં તેઓ ભયભીત થઈ ગયા હતા.જોકે તેમની કૉલેજના કોન્ટ્રાક્ટર અમરીન્દર ધીલ્લોને વિદ્યાર્થીઓ માટે બસની સગવડ કરી હતી.જેનો ડ્રાઈવર યુક્રેનિયન હતો. પરંતુ તેણે સલામત રીતે હંગેરી બોર્ડર પર પહોંચાડ્યા હતા.રાબિયા શેખ ઘરે પરત ફરતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.. છેલ્લા ઘણા સમયથી ચિંતામાં સરી ગયેલા પરિવારજનોને રાહતનો શ્વાસ લીધો છે..દીકરી સલામત ઘરે પરત આવતાં પરિવારજનો પીએમ મોદીનો આભાર માની રહ્યા છે.

યુક્રેનમાં અલગ-અલગ પ્રાંતમાં કુલ 1263 વિદ્યાર્થીઓ ફસાયા

ઉલ્લેખનીય છે કે, યુક્રેન પર રશિયાનું આક્રમણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં હજુ પણ ગુજરાત અને ભારતના કેટલાય નાગરિકો યુદ્ધ ક્ષેત્રમાં ફસાયા છે. યુક્રેનમાં અલગ-અલગ પ્રાંતમાં કુલ 1263 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી છે. બીજી તરફ વીડિયો સંદેશ દ્વારા યુદ્યાર્થીઓ મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે. કચ્છની વિદ્યાર્થિની અને બંકરમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ વીડિયો વાયરલ કરી મદદ માગી હતી.

ગુજરાતના કુલ 123 વિદ્યાર્થીઓને પરત લવાયા

આ તરફ યુક્રેનથી ભારતીય નાગરિકોને પરત લાવવાનું ઓપરેશન ગંગા તેજ છે. એક બાદ એક ફ્લાઈટ યુક્રેનના પાડોશી દેશમાંથી દિલ્લી લેન્ડ થઈ રહી છે. દિલ્લી એરપોર્ટથી વિદ્યાર્થીઓને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા પણ કરાઈ છે. પરિવાર સાથે બાળકોનું મિલન થતા જ લાગણીસભર દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.. અત્યાર સુધીમાં ગુજરાતના કુલ 123 વિદ્યાર્થીઓને પરત લવાયા છે.

KKRના 23.75 કરોડ રૂપિયા પાણીમાં ગયા !
ડાલામથ્થા ક્યા બે પ્રાણીનો શિકાર ક્યારેય નથી કરતો?
RCBએ રચ્યો ઈતિહાસ, બધી ટીમોને પાછળ છોડી દીધી
Jio એ આપી મોટી ભેટ ! આ સેવા મળશે એકદમ ફ્રી
IPLમાં સૌથી વધુ વાર નર્વસ 90 નો શિકાર બનનાર ખેલાડીઓ
શાહરૂખ ખાન કરતા પણ વધુ પૈસાદાર છે આ ટોક શો હોસ્ટ,જુઓ ફોટો

જ્યારથી યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારથી પરિવાર ચિંતિત હતો. હવે ઓપરેશન ગંગા અતંર્ગત પોતાના દીકરા-દીકરીઓ પરત ફરતાં પરિવારના સ્વજનોની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતા. દિલ્લી એરપોર્ટ પર જ માતા-પિતા પોતાની દીકરી અને દીકરાઓને ભેટી પડ્યા હતા.. દીકરા-દીકરી હેમખેમ પરત ફરતા વાલીઓએ સરકારનો આભાર પણ માન્યો હતો.

આ પણ વાંચો : રાજકોટના જાણીતા ઉદ્યોગકાર મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસ, ઓઝોન બિલ્ડરના માલિક દિપક પટેેલે મીડિયા સામે મોંઢુ છુપાવ્યું

આ પણ વાંચો :   ધ્રાંગધ્રાના આ વ્યક્તિએ 8 વર્ષમાં લોકોને વિનામૂલ્યે આપ્યા છે 31000થી વધુ ચકલીના માળા

g clip-path="url(#clip0_868_265)">