નવસારી નગરપાલિકાના વેરામાં વધારાને લઇને પ્રજાજનોમાં રોષ, પ્રાથમિક સુવિધાના નામે મિંડુ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
નવા વિસ્તારો પાલિકામાં મર્જ થતા પાલિકાની કામગીરીમાં પણ વધારો થયો છે. સાથે સુવિધાના નામે મસમોટા વેરા પણ ઉઘરાવવામાં આવી રહ્યા છે. પરંતુ સર્વેની કામગીરીમાં વિલંબને કારણે ડીમાંડ બીલો લેટ ઇસ્સ્યું થયા છે.
નવસારી (Navasari) નગરપાલિકામાં (Municipality)વેરા 80 ટકાથી લઈને સો ટકા જેટલો વધારો થયો છે. વેરા (Tax) વધારાને લઇને નવા સમાવિષ્ટ વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પણ ન મળવા છતાં વેરા વધારાનો ભોગ બનતા વિરોધના સુર ઉઠ્યા છે.
નવસારી અને વિજલપોર પાલિકા મર્જ થતાની સાથે જ નવસારી પાલિકા ઉપર મોટું ભારણ આવી પહોચ્યું હતું. જોકે ત્યાર બાદ અન્ય આઠ ગામોનો પાલિકામાં સમાવેશ થતા પાલિકાનો વહીવટ કઠીન બન્યો છે. સામાન્ય રીતે ગામમાંથી પાલિકામાં જોડાતા વિસ્તારનો સારો વિકાસ થશે તેવું માનીને ગ્રામજનો પાલિકામાં સમાવેશ થવા મંજુરી આપતા હોય છે. પરંતુ અહીં દ્રશ્યો કૈક અલગ જ સામે આવી રહ્યા છે. પાલિકા દ્વારા ઉઘરાવાતા વેરની સામે નાગરિકોને શૂન્ય સુવિધા મળતી હોય તેવી પરિસ્થતિનું નિર્માણ થયું છે. જોકે આમ થતા નગરપાલિકામાં શાસક અને વિપક્ષ સામસામે આવી ગયા છે. વેરા વધારાને લઇને વેરા વધારાના નિર્ણય સામે શહેરના નાગરિકોએ પ્રાદેશિક કમિશનરમાં પાલિકાના નિર્ણયને પડકાર્યો છે. વેરાને લઈને શહેરીજનો સહિત શાસક અને વિપક્ષ સામસામે આવી ગયા છે.
શહેરીજનોને મોટા વેરા સામે ગટર, પાણી કે અન્ય સુવિધાઓ મળતી નથી. પાલિકાના સતાધીશોને આ બાબતે રજુઅતો મળતા એજન્સી નીમી ટેક્ષ સર્વેની કામગીરી હાથ તો ધરી છે. પરંતુ વેરા વધારા બાબતે પાલિકા ચીફ ઓફીસરને સવાલ કરતા લૂલો બચાવ કર્યો હતો. ટેક્ષ વધારાનું કારણ સર્વેમાં રહેલી ક્ષતિ રહી હોવાનું જણાવ્યું હતું. જોકે આ તમામ બાબતોનું રી-સર્વે કરીને વેરામાં જરૂરી ઘટાડો અપાશે તેવી વાત કરી હતી. મહત્વનું છે કે નાગરિકોનું જીવન વેરા ભરવામાં જ સમાપ્ત થતું હોય તેવી પરિસ્થતિનું નિર્માણ થયું છે. પાલિકા દ્વારા આંખ બંધ કરી ને ઉઘરાવવામાં આવતા વેરા પ્રજા માટે માથાનો દુખાવો બની ચુક્યા છે.
નવા વિસ્તારો પાલિકામાં મર્જ થતા પાલિકાની કામગીરીમાં પણ વધારો થયો છે. સાથે સુવિધાના નામે મસમોટા વેરા પણ ઉઘરાવવામાં આવી રહ્યા છે. પરંતુ સર્વેની કામગીરીમાં વિલંબને કારણે ડીમાંડ બીલો લેટ ઇસ્સ્યું થયા છે. જેને ધ્યાને રાખી સામાન્ય સભામાં નાગરિકોને ધ્યાને રાખી તેમના તરફેણમાં નિર્ણયો લેવાયાની વાત કરી છે. પરંતુ સામાન્ય સભામાં લેવાયેલ નિર્ણયો નાગરિકો માટે કેટલા ઉપયોગી બને તે આવનારા સમયમાં નક્કી થશે.
આ પણ વાંચો : કચ્છનો અખાત પ્રદેશ દરીયાઈ જીવસૃષ્ટી માટે સ્વર્ગ, અનેક વિશેષતાઓના કારણે આગવી ઓળખ ધરાવે છે પીરોટન ટાપુ
આ પણ વાંચો : જામનગરઃ સરકારી શાળામાં અભ્યાસ કરતો ભારતનો સૌથી નાની વયનો ટેનીસ ખેલાડી, નેશનલ લેવલ પર ચોથો ક્રમાંક મેળવવામાં સફળ