AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari: વાંસદાના આ ગામમાં આઝાદી બાદ આજ દિન સુધી નથી બન્યા રસ્તા! દર્દીના ઘર સુધી એમ્બ્યુલન્સ નહીં પહોંચતા થયું મોત, જુઓ Video

છેવાડાના માનવી સુધી જરૂરી સુવિધાઓ પહોંચે એને સાચા અર્થમાં વિકાસ ગણી શકાય. પરંતુ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાટા આંબા ગામે આઝાદીના 70 વર્ષ વીતી ગયા હોવા છતાં રસ્તો બન્યો નથી. રસ્તાના અભાવે સમયસર સારવારન મળતા યુવાન મોતને ભેટ્યો હતો. લાકડાં સાથે કાપડ બાંધી ઝોળી બનાવી લાશને લઇ જતો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. જેને લઈ લોકોમાં આક્રોશની લાગણી જન્મી છે. 

Navsari: વાંસદાના આ ગામમાં આઝાદી બાદ આજ દિન સુધી નથી બન્યા રસ્તા! દર્દીના ઘર સુધી એમ્બ્યુલન્સ નહીં પહોંચતા થયું મોત, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 6:14 PM
Share

શિક્ષણ અને આરોગ્યએ માનવીની મૂળભૂત જરૂરિયાતો છે અને જેમાં શહેરો સાથે જોડતા માર્ગો માળખાગત સુવિધાઓનો એક ભાગ છે.  ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના છેવાડાના ખાટા આંબા ગામના બબુનીયા ફળિયાના 30થી વધુ ઘરોના લોકો જાણે આદિકાળમાં રહેતા હોય તેવી ગંભીર હાલતમાં જીવી રહ્યા છે.

વાંસદાના મુખ્ય માર્ગથી દોઢ કિલોમીટર દૂર આવેલું આઝાદીના આટ આટલા વર્ષો વીત્યા હોવા છતાં રસ્તાથી વંચિત છે. ફળિયામાં એક સપ્તાહ પહેલા 30 વર્ષે યુવાને અંગત કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ફળિયાથી મુખ્ય માર્ગ દોઢ કિલોમીટર છે. આ માર્ગ પર પહોંચવા યુવાનને ઝોળી બનાવીને મુખ્ય માર્ગ સુધી લઈ જવામાં આવ્યો હતો.  હોસ્પિટલ સુધી પહોંચતા સુધીમાં યુવાનનું સારવારના અભાવે મોત નીપજ્યું હતું.

રસ્તાની ગંભીર સ્થિતિના કારણે સમયસર સારવાર ન મળતા યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આવી જ સ્થિતિ એક વર્ષ પહેલાં પણ આ ગામમાં સર્જાઇ હતી પીડાતા વ્યક્તિએ સારવારના અભાવે મોતને વાલુ કરવું પડ્યું હતું.

એક તરફ શહેરોને ગામડા સાથે જોડવાની યોજનાઓ હાથ ધરવામાં આવે છે. સાથે છેવાડાના માનવીને સરળતાથી અને નજીકના વિસ્તારોમાં સારવાર મળી રહે તેવી વ્યવસ્થાઓ કરવાની રાજ્ય સરકાર વાતો કરે છે. પરંતુ વાંસદા તાલુકાના ગામના બાબુનીયા ફળિયાના લોકો પોતાના ગામના માર્ગને મુખ્ય માર્ગ સુધી ક્યારેય જોડવામાં આવશે?

આ પણ વાંચો : Navsari Video : પોલીસે દરિયામાં ખલાસીનું કર્યુ દિલધડક રેસ્ક્યુ, ડુમસના દરિયા કિનારેથી 18 કિલોમીટર સુધી પાણીમાં તણાયો હતો યુવક

આ વિસ્તારમાં ટુ વ્હીલર ગાડીઓ પણ જઈ શકે તેમ નથી ત્યારે ઈમરજન્સીના સમયે બાબુનીયા ફળિયાના લોકો ગંભીર સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે. ગામને રસ્તો ક્યારે મળશે તેની રાહ જોઈને બેઠા છે.

(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત)

 નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
Breaking News : સિંહને શોધવા 10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો
Breaking News : સિંહને શોધવા 10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો
નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને
નર્મદામાં જમીન વિવાદ ફરી વકર્યો, ગામમાં ખેડૂતો અને વનકર્મીઓ આમને-સામને
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
g clip-path="url(#clip0_868_265)">