Navsari Video : પોલીસે દરિયામાં ખલાસીનું કર્યુ દિલધડક રેસ્ક્યુ, ડુમસના દરિયા કિનારેથી 18 કિલોમીટર સુધી પાણીમાં તણાયો હતો યુવક
નવસારીમાં 36 કલાક સુધી દરિયાના પાણીમાં રહેલા યુવકનો જીવ ગણપતિ બાપ્પાએ બચાવ્યો છે. વિસર્જિત ગણપતિ મૂર્તિના સહારે એક યુવક પાણીમાં 36 કલાક રહ્યો હતો. ઘટનાની વાત કરીએ તો, 29 સપ્ટેમ્બરના રોજ પરિવાર સાથે નાહવા ગયેલો યુવક ડુમસના દરિયામાં તણાયો હતો.પરિવારે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. પરંતુ દરિયામાં ભરતી ઓટ આવાથી યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
Navsari : ‘રામ રાખે તેને કોણ ચાખે’ એ કહેવત સાર્થક થઈ છે. આવી જ એક ઘટના નવસારીમાં સામે આવી છે. જયાં 36 કલાક સુધી દરિયાના પાણીમાં રહેલા યુવકનો જીવ ગણપતિ બાપ્પાએ બચાવ્યો છે. વિસર્જિત ગણપતિ મૂર્તિના સહારે એક યુવક પાણીમાં 36 કલાક રહ્યો હતો. ઘટનાની વાત કરીએ તો, 29 સપ્ટેમ્બરના રોજ પરિવાર સાથે નાહવા ગયેલો યુવક ડુમસના દરિયામાં તણાયો હતો.
આ પણ વાંચો : Navsari Rain : નવસારી પંથકમા વીજળીના કડાકા ભડાકા સાથે સાર્વત્રિક વરસાદ, જુઓ Video
પરિવારે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. પરંતુ દરિયામાં ભરતી ઓટ આવાથી યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અને પરિવાર ચિંતામાં મુકાયો હતો. બાદમાં પોલીસે બોટની મદદથી ખલાસી યુવકનું રેસ્કયુ કર્યું હતું.
સ્થાનિક ખલાસીઓની મદદથી યુવાનને બહાર લાવામાં આવ્યો હતો. ડુમસના દરિયા કિનારેથી 18 કિલોમીટર સુધી યુવક પાણીમાં તણાયો હતો. આજે પોલીસના રેસ્કયુ ઓપરેશનથી ધોલાઈ બંદર પર યુવાનને સુરક્ષિત લઈ આવ્યા હતા. ખલાસી યુવાનનું મેડિકલ કરાવી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
