Navsari : સ્મશાન ભૂમિનું કામ રાજનીતિનો અખાડો બનતા પ્રજાની સમસ્યા ઠેરની ઠેર, જાણો શું છે મામલો

ઉલ્લેખનીય છે કે બિલિમોરા શહેરમાં અંબિકા નદી કિનારે બનેલી સ્મશાન ભૂમિમાં ચોમાસા દરમિયાન પાણી ભરાય જાય છે.આ કારણે જો ચોમાસામાં કોઈ સ્વજનનું મૃત્યુ પામે તો અંતિમ સંસ્કાર માટે કલાકો સુધી પાણી ઓસરવાની રાહ જોવી પડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 12:59 PM

નવસારી(Navsari)ના બિલિમોરા શહેરમાં અંબિકા નદીના કિનારે આવેલા સ્મશાન ભૂમિના કામ મુદ્દે ફરી વિવાદ સર્જાયો છે. સ્મશાન ભૂમિનું કામ ખોરંભે ચઢતા પાલિકાના વિપક્ષી સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે. એટલું જ નહીં સ્મશાન ભૂમિનું કામ અઠવાડિયામાં શરૂ નહીં કરાય તો વિપક્ષી સભ્યોએ ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આરોપ છે કે બિલિમોરા અમલસાડ કોસ્ટલ હાઈવેથી સ્મશાન સુધી પહોંચવા પુરાણ કરી રસ્તો બનાવવા તેમજ બ્યુટિફિકેશન માટે કુલ 35 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. જો કે પાલિકાએ આજ સુધી વર્ક ઓર્ડર જ આપ્યો નથી. પાલિકાના વિપક્ષના સભ્ય મલંક કોલિયાએ કહ્યું કે, આ અંગે વારંવાર રજૂઆત છતાં સત્તાધિશો આંખ આડા કાન કરી રહ્યા છે.બીજી તરફ પાલિકા મુખ્ય અધિકારીએ વિપક્ષી સભ્યની કોઈ લેખિત ફરિયાદ ન મળી હોવાનો રાગ આલાપ્યો છે સાથે જ દાવો કર્યો છે કે 10 મેએ કામગીરી માટે વર્ક ઓર્ડર આપી દેવાયો છે અને ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે બિલિમોરા શહેરમાં અંબિકા નદી કિનારે બનેલી સ્મશાન ભૂમિમાં ચોમાસા દરમિયાન પાણી ભરાય જાય છે.આ કારણે જો ચોમાસામાં કોઈ સ્વજનનું મૃત્યુ પામે તો અંતિમ સંસ્કાર માટે કલાકો સુધી પાણી ઓસરવાની રાહ જોવી પડે છે. જો પાણીનો પ્રવાહ વધુ હોય તો મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવા માટે ટાયરની હોડીનો પણ સહારો લેવો પડે છે. સમસ્યાનો હલ કાઢવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો જોકે તે વિવાદોમાં સપડાઈ જતા સમસ્યા હલ થશે કે નહિ તે અંગે પ્રશ્નાર્થ ભા થયા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">