Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari: એક સમયે દક્ષિણ ગુજરાતમાં હાહાકાર મચાવનાર લેપ્ટોસ્પાયરોસિસ રોગ હજુ પણ આરોગ્ય વિભાગ માટે પડકારૂપ

Navsari: દક્ષિણ ગુજરાત માટે એક સમયે પડકારૂપ બનેલા લેપ્ટોસ્પાયરોસિસ રોગને લઈને આરોગ્યવિભાગ આજે પણ એટલુ જ સતર્ક છે. આ રોગને નાથવા મોટાભાગે લોકજાગૃતિ મહત્વની છે. અગાઉ હાહાકાર મચાવી ચુકેલા આ રોગના મોતના આંકડાને લઈને આ મુદ્દો વિધાનસભામાં પણ ચગ્યો હતો.

Navsari: એક સમયે દક્ષિણ ગુજરાતમાં હાહાકાર મચાવનાર લેપ્ટોસ્પાયરોસિસ રોગ હજુ પણ આરોગ્ય વિભાગ માટે પડકારૂપ
Follow Us:
Nilesh Gamit
| Edited By: | Updated on: Jul 25, 2023 | 7:58 PM

દક્ષિણ ગુજરાતમાં ખેતી એ સૌથી વધુ રોજગારી આપતો વિભાગ છે જેમાં ખાસ કરીને સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ આદિવાસીઓ માટે ખેતી મહત્વનો વિભાગ છે.

નવસારી સુરત અને વલસાડ જિલ્લાઓમાં ડાંગરની ઉનાળુ અને ચોમાસુ એમ બંને પાકો લેવામાં આવે છે. જેમાં ચોમાસા દરમિયાન ખેતી સાથે સંકળાયેલા ખેત મજૂરોને લેપ્ટોસ્પાયરોસિસ નામની બીમારી પાંચ વર્ષ પહેલા અજગરી ભરડામાં લેતી હતી અને એના કારણે ગુજરાત વિધાનસભામાં પણ આ રોગને લઈને ગંભીર ચર્ચાઓ થઈ હતી અને વળતર માટેની સમગ્ર યોજના બની હતી.

રાજ્ય સરકારની સતર્કતાના કારણે ખેત મજૂરો અને ખેડૂતોના મોતને પગલે આરોગ્ય વિભાગ એ ગ્રામ્ય વિસ્તારમાં ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો અને ખેત મજૂરો માટે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. જેમાં લેપ્ટોસ્પાયરોસીસને રોકવા માટે મહત્વના પગલાં લીધા હતા જેમાં ખેડૂતોમાં જાગૃતિ લાવીને સમગ્ર રોગ પર બ્રેક લગાવી દેવામાં આવી છે પરંતુ સમયાંતરે ખેતીની પરિસ્થિતિના કારણે ઉથલો ન મારી શકે એને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ આજે પણ સતર્કતાથી આ રોગને નાથવા માટે દર ચોમાસે પ્રયત્નોમાં જોતરાયેલું રહે છે.

IPL 2025માં કઈ ટીમના બોલરોએ સૌથી વધુ માર ખાધો છે?
રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી

લેપ્ટો ખેતરોમાં ખુલ્લા પગે ફરતા મજૂરો અને ખેડૂતોને ભરડામાં લે છે

જમીનમાં પડેલા છાણ અને છાણના ઘટકો ખેતરમાં પાણીના સંપર્કમાં આવવાથી સડે છે અને એમાંથી ઉત્પન્ન થતો વાઇરસ ખેતરમાં ખુલ્લા પગે કામ કરતા ખેડૂતો અને ખેત મજૂરોના પગમાં પડેલા ઘા અથવા ચીરામાંથી શરીરમાં પ્રવેશ કરે છે અને તાવ આવવાની સાથે ગંભીર માનવીમાં સપડાવી લે છે યોગ્ય સમયે સારવાર ન થાય કરવામાં આવે તો મોત પણ થાય છે.

ગુજરાત સરકારના પાયલોટ પ્રોજેક્ટ તેમજ ખેડૂત અને ખેત મજૂરોની જાગૃતિમાં આરોગ્ય વિભાગની સતર્કતા એ લેપ્ટો પર બ્રેક લગાવી

રોગોને નાથવા મોટા ભાગે લોકજાગૃતિ મહત્વની હોય છે જેમાં નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો અને ખેત મજૂરોને અજગરી ભરડામાં લેતા લેપ્ટોસ્પાયરોસિસ બાબતે મોતના આંકડાને લઈને રાજકારણ ગરમાયું હતું. તેવા સમયે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરી ખેતરમાં કામ કરતા ખેડૂતો અને મજૂરોના પગમાં પડેલા ચીરા પર મલમ લગાવવા તથા ખેતરમાં પડેલા છાણ પર દવાનો છંટકાવ કરવો જેવી આરોગ્ય વિભાગની મહેનત મોતના આંકડા પર બ્રેક લગાવવામાં મહત્વની ભૂમિકા ભજવી ગઈ હતી. આજે પણ આરોગ્ય વિભાગ લેપ્ટોસ્પાઈરોસીસ બાબતે ગંભીરતાથી કામે લાગ્યું છે.

આ પણ વાંચો : Navsari : આરોગ્યવિભાગે લેપ્ટોસ્પાયરોસિસ અંગે ડોર ટૂ ડોર સર્વે શરૂ કર્યો, ચોમાસામાં ખેડૂતોની મુશ્કેલી વધારે છે આ બિમારી

લેપ્ટોના દર્દી નોંધાય છે પરંતુ મોત થતા નથી એ આરોગ્ય વિભાગની સફળતા

પાંચ વર્ષ પહેલા દક્ષિણ ગુજરાતમાં લેપટોસ્પાયરોસિસના મોતના ગંભીર આંકડાઓને પગલે રાજકારણ ગરમાયું હતું. હવે આરોગ્ય વિભાગે મોતના આંકડા પર બ્રેક લગાવી દીધી છે. હાલ દર્દીઓ નોંધાય છે પરંતુ સારવાર અને સતર્કતાને પગલે સાજા થઈ જાય છે એ આરોગ્ય વિભાગની સફળતા છે. ચાલુ વર્ષે કોઈ કેસ નોંધાયો નથી પરંતુ પ્રોએક્ટિવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">