Navsari : આરોગ્યવિભાગે લેપ્ટોસ્પાયરોસિસ અંગે ડોર ટૂ ડોર સર્વે શરૂ કર્યો, ચોમાસામાં ખેડૂતોની મુશ્કેલી વધારે છે આ બિમારી
ઉંદર ખેતરોમાં દર કરીને રેહતા હોય છે. અને ત્યાજ તે પોતાના મળ મંત્રનો ત્યાગ કરતા હોય છે. આ દરમ્યાન ઉંદરના મળ ઉપર ખેડૂતનો પગ પડે અને જો ખેડૂતના પગમાં ચીરા હોય તો આ બીમારી થવાની શક્યતાઓ બમણી થઇ જાય છે.
ખેડૂતો માટે ખેતી દરમ્યાન પાણી કે બિયારણ સિવાય પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચોમાસામાં ખેતી કરતી વખતે થતા રોગ સમસ્યા ઉભી કરે છે. ચોમાસામાં ઉંદર દ્વારા ફેલાતો લેપ્ટોસ્પાયરોસિસ આરોગ્યવિભાગ અને ખેડૂતો બંનેની ચિંતામાં વધારો કરે છે. લેપ્ટોસ્પાયરોસિસ એ એવો રોગ છે જે ખેડૂતોના પગના ચીરામાંથી પ્રવેશે છે. મોટાભાગે ઉંદરો ખેતરોમાં દર કરીને રેહતા હોય છે. ઉંદર ખેતરોમાંજ પોતાના મળ મંત્રનો ત્યાગ કરતા હોય છે. આ મળ ઉપર ખેડૂતનો પગ પડે અને જો ખેડૂતના પગમાં ચીરા હોય તો આ બીમારી થવાની શક્યતાઓ બમણી થઇ જાય છે. નવસારી(Navsari) જીલ્લાના ખેડૂતો લેપ્ટોસ્પાયરોસિસ જેવી વિવધ બીમારીઓથી બચે તેના માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ખેતરોમાં ખેતી કરતી વખતે જરુરી સાવધાની દાખવવા તંત્ર દ્વારા પણ ખેડુંતોમાં અવેરનેસ લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વરસાદની શરૂઆત થતાજ આરોગ્ય વિભાગ ખેતરો ખેતરો પર પહોચી અસર ગ્રસ્ત વિસ્તારોમાં લોકોને જરૂરી દાવાઓ અને ચકાસણી કરી લેપ્ટો સ્પાયરોસિસને જળ મૂળથી દુર કરવા લાગી ગયા છે. દરેક ખેત મજુરને આયોડીન મલમ, સોફ્રા મેશીન સહિતની દવાઓ લગાવવાની કામગીરી શરુ કરવામાં આવેલી છે. સાથે ફિલ્ડ કર્મચારી દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ શરુ કરવામાં આવી છે. જો કોઈ લેપ્ટો સ્પાયરોસિસના લક્ષણો ધરાવતો દર્દી જણાય તો તેને ચિખલી અથવા નવસારી લેપ્ટો વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.
લેપ્ટોસ્પાયરોસિસ નામનો રોગ હાલના સમયમાં નામશેષ થવાના આરે છે. ખેડૂતો આરોગ્ય વિભાગ અને તંત્રના સહિયારા પ્રયોગ દ્વારા આ શક્ય બન્યું છે. ખેડૂતોએ પણ સાવચેત થઇ ખુલ્લા પગે ચોમાસા દરમિયાન ખેતરમાં જવું નહી જોઈએ અને નિયમિત પણે દવાનો છંટકાવ કરવો જોઈએ તેમ સૂચના આપવામાં આવી છે.