Navsari : આખરે ઉનાઈ માઇનોર કેનાલમાં પાણી છોડાતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર ફેલાઈ, નિર્માણના 4 દાયકા બાદ કેનાલે ધરાને તૃપ્ત કરી

|

May 26, 2022 | 10:16 AM

ખેડૂતોના વિરોધ પ્રદર્શનની અસર પણ દેખાઈ હતી અને ઉનાઈ માઇનોર કેનાલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આખરે ખેડૂતોને રાહત મળી હતી અને ચાલુ મહિનામાં આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે.

Navsari : આખરે ઉનાઈ માઇનોર કેનાલમાં પાણી છોડાતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર ફેલાઈ, નિર્માણના 4 દાયકા બાદ કેનાલે ધરાને તૃપ્ત કરી
Symbolic Image

Follow us on

Navsari : ચાલુ વર્ષે ઉનાળા(Summer)એ મઝા મૂકી છે. કાળઝળાં ગરમીએ સરેરાશ 40 ડિગ્રીથી ઉપર પારાને જકડી રાખ્યો હતો.આ ગરમી માનવીઓ જ નહિ પરંતુ ખેતરમાં તૈયાર થઇ રહેલા પાક માટે પણ ચિંતાનો વિષય બની છે. ધરતીના તાત(Farmer)ની ચિંતાઓ વચ્ચે 1982માં ઉનાઈ માઇનોર કેનાલ(Unai Minor Canal) બન્યા બાદ પ્રથમવાર સિંચાઈનું પાણી આપવામાં આવતા ઉનાઈ પંથકના ખેડૂતોએ રાહત સાથે આનંદની લાગણી અનુભવી હતી. બારતાડ, ચરવી, ઉનાઈ,સિણધઈ જેવા ગામોમાંથી પસાર થતી ઉનાઈ માઇનોર કેનાલ દ્વારા સિંચાઇનું પાણી આપવામાં આવ્યું છે.નિર્માણના વર્ષો સુધી આ કેનલમાં પાણી છોડવામાં આવ્યું ન હતું .

ચાલુ વર્ષે ઉનાઈ પંથકના ખેડૂતોએ સિંચાઈ વિભાગને રજુઆત કરી હતી. ખેડૂતોએ વિનંતી કરી હતી કે કેનાલનું યોગ્ય અને જરૂરી રિપેરીંગ થતું નથી. કેનાલમાં સિંચાઈનું પાણી પણ આપવામાં આવતું નથી. પાણીનો લાભ મળવાનો ન હોય તો ખોટા ખર્ચ કરવા જોઈએ નહિ તેમ કહી ખેડૂતોએ કેનાલનું કામ બંધ કરાવી દીધું હતું. ખેડૂતોના વિરોધ વચ્ચે નહેર ખાતાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અધિકારીઓએ ખેડૂતોને માઇનોર કેનાલનું કામ વહેલી તકે પૂર્ણ કરી નહેરમાં પાણી છોડવા બાંહેધરી આપી હતી.

ખેડૂતોના વિરોધ પ્રદર્શનની અસર પણ દેખાઈ હતી અને ઉનાઈ માઇનોર કેનાલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આખરે ખેડૂતોને રાહત મળી હતી અને ચાલુ મહિનામાં આ નહેરમાં પાણી છોડવામાં આવ્યું છે. ચોમાસુ નજીક હોવાથી રોટેશન પ્રમાણે હાલમાં એક સપ્તાહ સુધી સિંચાઈના પાણીનો લાભ ઉનાઇ પંથકના ખેડૂતોને મળશે આવતા વર્ષે ઉનાળા પાણી મળવાથી ખેડૂતો ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કાર્યપાલક ઈજનેર આર.આર.ગાવિતે મીડિયાને જણાવ્યું હતું કે ઉનાઈ માઇનોર કેનાલની કામગીરી સમયસર પૂર્ણ કરી એપ્રિલમાં ટેસ્ટિંગ કરાયું હતું.હાલમાં રોટેશન મુજબ સિંચાઈનું પાણી આપવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે આશીર્વાદરૂપ બનેલા નહેરના પાણી એકવર્ષ પૂરતા નહિ પણ હમેશા જરૂર સમયે મળે તેવી માંગ ઉઠી રહી છે.

ઉનાઈ માઇનોર કેનાલમાં વર્ષોબાદ સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી માટે ખેડૂતોએ આંદોલન પણ કરવું પડ્યું હતું. ખેડૂતોના રોશને પારખી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી માઇનોર કેનાલમાં ઉનાઇ પંથકના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ આપવામાં આવ્યો હતો. આ વિસ્તારના ખેડૂતો માટે આ લાભદાયક બાબત છે. આવતા વર્ષે પણ આજ રૂટિન પ્રમાણે પાણી મળતું રહે તેવી ધરતીના તાત માંગ કરી રહ્યા છે.

Published On - 10:16 am, Thu, 26 May 22

Next Article