Navsari : લોકો ભયના ઓથાર હેઠળ..બાકી બધુ છોડો, અહીં તો સરકારી આવાસની જ હાલત જર્જરિત, જુઓ Video
ચોમાસુ નજીક છે અને નવસારીના છ તાલુકામાં 500થી વધુ ઈન્દિરા અને સરદાર આવાસના મકાનો જર્જરિત હાલતમાં છે. વરસાદને કારણે આ મકાનો તૂટી પડવાનો ભય છે.
ચોમાસું નજીક આવી રહ્યું છે અને નવસારીના 6 તાલુકામાં 500થી વધુ ઈન્દિરા અને સરદાર આવાસના ઘરો જર્જરિત બનતા. લોકોમાં ભયનો માહોલ છવાયો છે. કારણ કે વરસાદ અને વાવાઝોડું આવતા અનેક જર્જરિત ઘરો તૂટી જવાની ઘટનાઓ સામે આવે છે.
રિપેરિંગના અભાવે મકાનો જર્જરિત બન્યાં છે.. સરકાર દ્વારા જરૂરિયાદમંદોને ઘર તો આપવામાં આવ્યા પણ યોગ્ય કામગીરીના અભાવે હાલ આવાસો જર્જરિત થયા છે.
અનેક વાર આવા જર્જરીત આવાસ તૂટવાની ઘટના બની
આવાસ બની ગયા અને લોકોને ફાળવી દેવાયા એટલે જિલ્લા પંચાયતની કામગીરી પૂર્ણ આવું માનીને બેઠેલા અધિકારીઓ અને તંત્ર પ્રજાનું જીવ ચોક્કસ પણે જોખમમાં મૂકતા હોય તેવું લાગી રહ્યું છે. અનેક વાર આવા જર્જરીત આવાસ તૂટવાની ઘટના બની છે પરંતુ હજી સુધી આ વર્ષે પણ જિલ્લા પંચાયત દ્વારા કોઈપણ પ્રકારનું ભંડોળ ફાળવવામાં આવ્યો નથી.
અગાઉ પણ એવી દુર્ઘટનાઓ બની છે જેમાં નિર્દોષોએ જીવ પણ ગુમાવ્યા હતા. આવાસ બની ગયા અને લોકોને આપી દેવાયા એટલે તંત્રની કામગીરી પૂર્ણ. એવું સમજતા અધિકારીઓ નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.
દુર્ઘટના થાય તો જવાબદારી કોની ?
ત્યારે તંત્રના અધિકારીઓ સરકારમાંથી સૂચના મળશે તે પ્રકારી કામગીરી કરવાનું કહી લૂલો બચાવ કરી રહ્યાં છે. પરંતુ જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી કોની ?
નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં આવવા 500થી વધુ જર્જરિત કરો છે. જેમાં લોકો રહે છે અને આ જર્જરી ઘરો હોવાના કારણે લોકો ભાયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે પરંતુ તંત્રનું હૃદય હજી સુધી આ ગરીબ લોકોની સામે પીગળ્યું નથી તેમ લાગી રહ્યું છે.
(ઈનપુટ ક્રેડિટ – નીલેશ ગામીત, નવસારી)