AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નવસારીનો યુવાન ગંભીર રીતે ઘાયલ, જુઓ Video

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ પછી પાંચ મિનિટમાં ક્રેશ થઈ ગઈ. આ દુર્ઘટનામાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. વિમાન અમદાવાદમાં એક ઇમારત પર પડ્યું, જેના કારણે અનેક લોકોને ઇજાઓ પહોંચી છે. એક નવસારીનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નવસારીનો યુવાન ગંભીર રીતે ઘાયલ, જુઓ Video
| Updated on: Jun 12, 2025 | 11:36 PM
Share

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. ટેકઓફ બાદ માત્ર પાંચ મિનિટમાં વિમાન ક્રેશ થતાં આખા દેશમાં શોકની લહેર ફરી વળી છે. કુલ 242 મુસાફરો સવાર આ વિમાન અમદાવાદમાં બિલ્ડિંગ પર પડી ગયું હતું, જેના કારણે અનેક લોકોને ઇજાઓ પહોંચી છે.

આ દુર્ઘટનામાં નવસારીનો એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માતના સમયે તે જમીને નીકળતો હતો ત્યારે વિમાન અચાનક બિલ્ડિંગ પર આવી પડ્યું. એવિએશન ફ્યુઅલના ઉડવાથી તેનો પગ બળી ગયો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.

ઘાયલ યુવક હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવાન BJ મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તબીબોની ટીમ તેની સતત દેખરેખ રાખી રહી છે.

અહિયાં નોંધનીય છે કે દુર્ઘટનાની અસરથી અનેક પરિવારો તેમના નિકટના વ્યક્તિઓની શોધમાં હોસ્પિટલના બહાર રાહ જોઈ રહ્યા છે. ઘટનાને પગલે એરપોર્ટ અને આરોગ્ય તંત્ર સતર્ક બન્યા છે અને રાહત કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે.

એર ઈન્ડિયાના અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે મુસાફરોમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. 242 લોકોમાંથી એક બચી ગયો હોવાની પુષ્ટિ થઈ છે. મુસાફરનું નામ વિશ્વાસ કુમાર છે.

મુસાફર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તે જ સમયે, એર ઈન્ડિયાએ વધુ માહિતી આપવા માટે એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર – 1800 5691 444 પણ જારી કર્યો છે. લોકો આ પર કૉલ કરી શકે છે અને મુસાફરો વિશે માહિતી મેળવી શકે છે.

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">