AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારી : બુલેટ ટ્રેનના સ્ટેશનને લઇને 6 ગામોને બિલિમોરા પાલિકામાં જોડવાની તજવીજ, ગ્રામજનોનો વિરોધ

નવસારી : બુલેટ ટ્રેનના સ્ટેશનને લઇને 6 ગામોને બિલિમોરા પાલિકામાં જોડવાની તજવીજ, ગ્રામજનોનો વિરોધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 4:20 PM
Share

નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકા વિસ્તાર હદ વિસ્તરણ કરવા મામલે અન્ય ગ્રામજનો ભેગા મળીને નગરપાલિકા પર પાલિકા વિરુદ્ધ શક્તિ પ્રદર્શન કરવા આગળ આવ્યા છે. સરકાર તરફથી મળેલી સૂચના અનુસાર બીલીમોરાના કેશલી ગામે બુલેટ ટ્રેનનું અદ્યતન સ્ટેશન બનવા જઈ રહ્યું છે.

નવસારીની વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તરણ બાદ બિલીમોરા પાલિકા પણ વિવાદમાં સપડાઈ છે. બુલેટ ટ્રેનના સ્ટેશનને લઈ આસપાસના ગામોને બિલીમોરા પાલિકામાં જોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેનો કેસલી, દેવર, વલોટી, ધકવાડા, આંતલીયા, નાંદરખાના ગ્રામજનોએ વિરોધ કર્યો. બિલિમોરા પાલિકાએ છ ગામોને ભેળવવા પત્ર લખ્યો છે. જો કે ગ્રામજનોએ તેના વિરોધમાં આંદોલન શરૂ કર્યું છે. આ તમામ ગામમાં તળાવ, ગૌચર, લાઈટ, પાણી, રસ્તાની સારી સુવિધા છે. બિલીમોરા પાલિકામાં ગામડાઓનો સમાવેશ થાય તો વેરા વધુ ચુકવવા પડશે. જેથી ગ્રામજનો પાલિકામાં સમાવેશ થાય તેવું ઈચ્છતા નથી. આ મુદ્દે પાલિકાનું તંત્ર મૂંઝવણમાં મુકાયું છે. રાજ્ય સરકાર વિવાદનો સુખદ અંત લાવે તેવી પાલિકાના ચીફ ઓફિસરે આશા વ્યક્ત કરી.

નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકા વિસ્તાર હદ વિસ્તરણ કરવા મામલે અન્ય ગ્રામજનો ભેગા મળીને નગરપાલિકા પર પાલિકા વિરુદ્ધ શક્તિ પ્રદર્શન કરવા આગળ આવ્યા છે. સરકાર તરફથી મળેલી સૂચના અનુસાર બીલીમોરાના કેશલી ગામે બુલેટ ટ્રેનનું અદ્યતન સ્ટેશન બનવા જઈ રહ્યું છે.

ત્યારે આ સ્ટેશનને પાણી તેમજ અન્ય સુવિધા પૂરી પાડવા માટે બીલીમોરા નગરપાલિકાને સૂચન કરવામાં આવ્યું છે. પરંતુ આ કેશલી ગામ બીલીમોરા હદ વિસ્તારમાં નહીં આવતું હોવાથી પાલિકાને કેશલી ગામ સુધી પહોંચવા અન્ય ગામોને પાલિકામાં જોડવા મંજૂરી લેવી આવશ્યક બની છે. જેથી બીલીમોરા નગરપાલિકા દ્વારા દેવસર, તલોધ, વલોટી, ધકવાડા, આંતલીયા, અને નાંદરખા એમ 6 ગામોને પત્ર લખી નગરપાલિકામાં જોડાવા અનુમતિ માંગી છે

Published on: Nov 17, 2021 02:37 PM
g clip-path="url(#clip0_868_265)">