Navsari: નવસારી નગરપાલિકાની કંગાળ સ્થિતિ, આટલી રકમનું છે દેવું

નવસારી (Navsari) નગરપાલિકાનું શાસન અવળી દિશામાં જઇ રહ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ થઇ છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 20, 2021 | 5:07 PM

બહુજન સુખાય બહુજન હિતાય કામગીરી પાલિકાઓ પોતાના શહેરીજનો માટે કરતી હોય છે, પરંતુ નવસારી (Navsari) નગરપાલિકાનું શાસન અવળી દિશામાં જઇ રહ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. શહેરીજનોને મધુર જળ યોજના હેઠળ 20 વર્ષથી સિંચાઇ વિભાગને પાણીના પૈસા ન ચૂકવતાં ચાલીસ કરોડ જેટલી મોટી રકમનું દેવું થઈ જતાં પાલિકા દેવાદાર બની છે.

પાયાની જરૂરિયાત ગણાતી પીવાના પાણીની સુવિધાને લઇ પાલિકાના શાસકોએ ભાંગરો વાટયો હોવાના કારણે 40 કરોડ રૂપિયા જેટલું દેવું થઈ ગયું છે. જેની માંડવાળ માટે પાલિકાએ સેટલમેન્ટ કરી દેવું ચૂકવવા માટે રાજ્ય સરકારની મધ્યસ્થીમાં રસ્તો કાઢ્યો હતો, પરંતુ પાલિકા 14 કરોડ જેટલી મોટી રકમ ભરવામાં નિષ્ફળ ગઈ હતી. પાલિકાના સિંચાઇ પેટા સિંચાઇ વિભાગને જેમાં 26 કરોડ જેટલી મોટી રકમ વ્યાજ અને વિવિધ પેનલ્ટીને લઈને વધી ગયા છે.

પાલિકાએ સેટલમેન્ટમાં એક સાથે 14 કરોડ ભરી સમગ્ર દેવું માફ થાય તેવી યોજના ઘડી કાઢી હતી, પરંતુ પાલિકાના શાસકો 14 કરોડના બદલે માત્ર અઢી કરોડ ભરી શક્યા છે જેને લઇ ફરીથી પાલિકાએ 40 કરોડ જેટલું દેવું ભરપાઈ કરવું પડે એવા સંજોગો ઊભા થયા છે. શહેરીજનોને સિંચાઇ વિભાગમાંથી પાણી લાવી તળાવમાં સંગ્રહ કરી પાણી ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે. દર વર્ષે કનેક્શન દીઠ 800 જેટલી રકમ વસૂલવા છતાં દેવું વધી જતા શહેરીજનો પણ પાલિકાના શાસન સામે અને વહીવટ સામે સવાલો ઉભા કરી રહ્યા છે.

Follow Us:
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
g clip-path="url(#clip0_868_265)">