Navsari: સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વહેલી તકે પૂર્ણ થાય શહેરીજનોની માગ, સુએઝનો કચરો પૂર્ણા નદીને કરી રહ્યો છે પ્રદૂષિત

નગરપાલિકા વિસ્તારમાંથી નીકળતો સુએઝનો કચરો પૂર્ણા નદીને પ્રદૂષિત કરી રહ્યો છે, જેને પગલે શહેરીજનોમાં પણ તંત્રની કામગીરી સામે નારાજગી જોવા મળી છે.

| Updated on: Mar 25, 2021 | 4:32 PM

નવસારીનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય તેવી માગ પ્રબળ બની છે. નગરપાલિકા વિસ્તારમાંથી નીકળતો સુએઝનો કચરો પૂર્ણા નદીને પ્રદૂષિત કરી રહ્યો છે, જેને પગલે શહેરીજનોમાં પણ તંત્રની કામગીરી સામે નારાજગી જોવા મળી છે.

છેલ્લા 7 વર્ષથી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે મોટું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. જોકે 7 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતા ટ્રિટમેન્ટ પ્લાન્ટ હજુ સફળ ન થતા, સુએઝનું પાણી સીધું નદીમાં ઠલવાઈ રહ્યું છે. જેને પગલે જળચર પ્રાણીઓ અને માનવજાતિ માટે ખતરો ઉભો થઈ રહ્યો છે. હાલ ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ રહી હોવાનો રાગ પાલિકાના પ્રમુખ આલાપી રહ્યા છે, ત્યારે શહેરીજનોએ પણ વહેલામાં વહેલી તકે આ પ્રોજેક્ટ પૂર્ણ થાય તે દિશામાં માગ ચલાવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">