AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari : ફળફળાદિ ચીકુના પાકમાં માખીઓનો ઉપદ્રવ વધ્યો, ખેડૂતોને નુકસાનની ભીતિ

નવસારી જિલ્લામાં ચીકુએ મહત્વનો પાક છે. પરંતુ વરસાદ લંબાવાની સાથે માખીઓનો ઉપદ્રવ વધ્યો છે. જે ચીકુના પાકને મોટાપાયે નુકશાન થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

Navsari : ફળફળાદિ ચીકુના પાકમાં માખીઓનો ઉપદ્રવ વધ્યો, ખેડૂતોને નુકસાનની ભીતિ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 6:43 AM
Share

Navsari : જિલ્લામાં ચીકુએ મહત્વનો પાક છે. પરંતુ વરસાદ લંબાવાની સાથે માખીઓનો ઉપદ્રવ વધ્યો છે. જે ચીકુના પાકને મોટાપાયે નુકશાન થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. મહત્વનું છે કે, ખેંચાયેલા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં ચોક્કસ પણે વધારો થયો છે.

ચીકુ પકવતા ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી ખોટનો સોદો કરી રહ્યા છે. 100 વર્ષથી વધુ સમયથી નવસારી પંથકમાં ચીકુનો પાક લેવામાં આવે છે. પરંતુ પર્યાવરણની અનિયમિતતા ખેડૂતો માટે માથાનો દુખાવો બની છે. સમગ્ર ઉતર ભારતમાં વખણાતા નવસારી જીલ્લાના ચીકુના મોર વરસાદ ખેંચાતા ઝાડ પરથી ખરી પડ્યા છે. પહેલા સમય કરતા વહેલા વરસાદે ચીકુના ઝાડ પર ઉગેલા મોરને માર માર્યો. ત્યારબાદ વરસાદ લંબાતા માખીનો ઉપદ્રવ વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.

આ મામલે ખેડૂત પરિમલભાઇ દેસાઇએ કહ્યું કે ” વહેલો વરસાદ પડવાથી ઉગેલા ચીકુના ફ્લાવર ખરી પડ્યા અને ત્યાર બાદ વરસાદ લંબાતા બાકીના ફ્લાવર પણ ખરી પડ્યા. આ વખતે અત્યારે જે ચીકુ મળવા જોઈએ તેની શરુઆત થઇ નથી. હવે નવા ફ્લાવર આવશે તે જ ચીકુ બેસશે. તેથી સીજન લેટ થશે.”

વરસાદની અનિયમિતતાને કારણે આ વર્ષે ઘણા વિસ્તારોમાં ચીકુના પાકમાં ફ્લાવર ડ્રોપીંગનું નુકશાન જોવા મળ્યું છે. વરસાદ બાદ વાદળ છાયા વાતાવરણને કારણે આ સમસ્યા ચીકુના પાકમાં સર્જાય છે, જેને પહોંચી વળવા ક્યાં પ્રકારના પગલા લઇ શકાય તે અંગે નવસારી કૃષિ યુનિવર્સીટીના ડો સી. કે. ટીંબળીયા દ્વારા માવજત કરવા અંગે સલાહ આપવામાં આવી.

આ મામલે નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક ડો. સી કે ટીંબળીયાએ જણાવ્યું કે “આ વર્ષની સ્થતિમાં વરસાદ ખેંચાતા ઘણા વિસ્તારમાં ફ્લાવર ડ્રોપીંગ ની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને વરસાદ પુરતો થયા પછી વરસાદ ખેચાય તો નુકસાન વધારે થતું નથી . પરંતુ લાંબા સમય સુધી વાદળછાયું વાતાવરણ રહે તો આ નુકસાન જોવા મળે. આ સમયે ખેતરની અંદર જઈ શકાય એમ હોય તો રાસાયણિક ખાતરના ત્રણ ની જગ્યાએ ચાર ડોઝ આપી દેવા તો આ ઉત્પાદનમાં ફાયદો થાય. અગાઉ ની માવજત પણ પાક પર વિવેશ ભાગ ભજવે છે.”

પર્યાવરણની અનિયમિતતાથી સૌથી વધુ નુકશાન ખેડૂતોને થાય છે. જેને કારણે ખેત ઉત્પાદન દિવસે દિવસ ઘટી રહ્યું છે. બીજી તરફ વાતાવરણની સાયકલ ખોરવાતા નજીકના ભવિષ્યના સમયમાં આ ફેરફારો સજીવ સૃષ્ટિ માટે ભય સમાન ન બને તે માટે હાલ જ “પર્યાવરણ બચાવો” નો મંત્ર અપનાવવો એ સમયની માંગ છે.

Follow Us
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
g clip-path="url(#clip0_868_265)">