AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારી : બીલીમોરા નગરપાલિકામાં હદ વિસ્તરણનો વિવાદ વકર્યો, 6 ગામના લોકોના વિરોધ પ્રદર્શનો

ગ્રામજનોનું કહેવું છેકે પાલિકામાં જોડાવા કરતાં હાલ અમને ગ્રામ્યકક્ષાએ સારી એવી સુવિધાઓ મળી રહે છે પૂરતું પાણી મળી રહે છે. અન્ય સુખાકારી માટેની સામગ્રીઓ સરળતાથી ઉપલબ્ધ થાય છે.

નવસારી : બીલીમોરા નગરપાલિકામાં હદ વિસ્તરણનો વિવાદ વકર્યો, 6 ગામના લોકોના વિરોધ પ્રદર્શનો
Navsari: Controversy erupts in Bilimora municipality over boundary extension, protests by people from 6 villages
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 4:13 PM
Share

નવસારી વિજલપોર નગરપાલિકાના હદવિસ્તરણ બાદ હાલ બીલીમોરા નગરપાલિકા પણ હદ વિસ્તરણના વાદ વિવાદમાં સપડાઈ છે. બુલેટ ટ્રેનના સ્ટેશનને લઈને અન્ય ગામોને બીલીમોરા પાલિકામાં જોડવાની તજવીજ હાથ ધરાતા ગ્રામજનોએ વિરોધના સૂર ઉઠાવ્યા છે.નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકા વિસ્તાર હદ વિસ્તરણ કરવા મામલે અન્ય ગ્રામજનો ભેગા મળીને નગરપાલિકા પર પાલિકા વિરુદ્ધ શક્તિ પ્રદર્શન કરવા આગળ આવ્યા છે. સરકાર તરફથી મળેલી સૂચના અનુસાર બીલીમોરાના કેશલી ગામે બુલેટ ટ્રેનનું અદ્યતન સ્ટેશન બનવા જઈ રહ્યું છે.

ત્યારે આ સ્ટેશનને પાણી તેમજ અન્ય સુવિધા પૂરી પાડવા માટે બીલીમોરા નગરપાલિકાને સૂચન કરવામાં આવ્યું છે. પરંતુ આ કેશલી ગામ બીલીમોરા હદ વિસ્તારમાં નહીં આવતું હોવાથી પાલિકાને કેશલી ગામ સુધી પહોંચવા અન્ય ગામોને પાલિકામાં જોડવા મંજૂરી લેવી આવશ્યક બની છે. જેથી બીલીમોરા નગરપાલિકા દ્વારા દેવસર, તલોધ, વલોટી, ધકવાડા, આંતલીયા, અને નાંદરખા એમ 6 ગામોને પાત્ર લખી નગરપાલિકામાં જોડાવા અનુમતિ માંગી છે,

પરંતુ પાલિકામાં નહિ જોડાવા માટે ગ્રામજનોએ સાફ ઇનકાર કરી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનોનું કહેવું છેકે પાલિકામાં જોડાવા કરતાં હાલ અમને ગ્રામ્યકક્ષાએ સારી એવી સુવિધાઓ મળી રહે છે પૂરતું પાણી મળી રહે છે. અન્ય સુખાકારી માટેની સામગ્રીઓ સરળતાથી ઉપલબ્ધ થાય છે. જો પાલિકામાં જોડાણ થશે તો ગ્રામજનોની સંપત્તિ પાલિકા ઝડપી લેશે અને ગૌચર અને પાણીની સમસ્યા ફરી ઉપસ્થિત થશે જેથી ગ્રામજનોએ પાલિકામાં જોડાવવા અંગે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

રાજ્ય સરકારના આદિજાતિ અન્ન અને પુરવઠા કેબિનેટ મંત્રી નરેશ પટેલના મત વિસ્તારમાં બીલીમોરા પાલિકા વિરુદ્ધ શક્તિપ્રદર્શન કરવામાં આવ્યો હતો. છ ગામના સરપંચો સહિત છ ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં બીલીમોરા પાલિકા વિરૂદ્ધ એકત્ર થયા હતા. મહત્વનું છે કે ગ્રામની સંમતિ વિના નગરપાલિકા આ અન્ય ગામોમાં કોઈપણ કામકાજ કરી ન શકે બુલેટ ટ્રેનને જરૂરી એવી સુવિધાઓ ગ્રામજનોની મંજૂરી વગર પૂરી ન પાડી શકતા હોવાથી બીલીમોરા પાલિકા તંત્ર પણ હાલ અસમંજસમાં મુકાયું છે.

વિરોધના વંટોળ ચડેલી પાલિકા એક તરફ સરકારની સુચના બીજી તરફ બુલેટ ટ્રેનની કામગીરી અને ગ્રામજનોની સહમતિની આટી ઘૂંટીમાં ફસાઈ આ સમસ્યાનો નિવારણ લાવવા કામે લાગી છે. કેશલી ગામમાં બનવા જઈ રહ્યું બુલેટ ટ્રેન સ્ટેશન જેમાં પાલિકા પોતાની સુવિધા કઈ રીતે પૂરી પાડે તે હવે જોવું રહ્યું.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">