સરદાર પટેલ જન્મજયંતિ: અમિત શાહે સરદારની પ્રતિમાની કરી પૂજા, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, જુઓ દ્રશ્યો

સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતી નિમિતે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા.

સરદાર પટેલ જન્મજયંતિ: અમિત શાહે સરદારની પ્રતિમાની કરી પૂજા, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, જુઓ દ્રશ્યો
National Unity Day celebrated at Kevadia on the occasion of 146th birth anniversary of Sardar Vallabhbhai Patel (Pic Via Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 9:02 AM

31 ઓક્ટોબર એટલે કે સરદાર પટેલ જન્મજયંતી. આજે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ એવા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જ્યંતીની ઉજવણી કેવડિયા ખાતે કરવામાં આવી. વિશ્વની સૌથી ઉંચી અને ભારતીયોને ગર્વ કરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજના વિશેષ દિવસની (National Unity Day 2021) ઉજવણીનો અનેરો રંગ જોવા મળ્યો. રંગારંગ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિશેષ હાજરી આપી. સરદાર પટેલની વિશાળ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને અમિત શાહે (Amit Shah at Statue of Unity) રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં હાજરી આપી. ઉજવણીમાં કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહે સરદાર પટેલની પ્રતિનાના ચરણની પૂજા કરી. આ દરમિયાન સરદારની પ્રતિમા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી. તેમજ કાર્યક્રમમાં અમિત શાહે એકતા પરેડની સલામી ઝીલી. સાથે જ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા.

આજના કાર્યક્રમો પર નજર કરીએ તો રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં દેશના તમામ રાજ્યોની પોલીસના જવાનો ભાગ લીધો. અને એકતા પરેડ યોજી. સાથે જ 2018 બાદ આંતરરાષ્ટ્રીય રમતોમાં મેડલ મેળવનાર 23 પોલીસ અધિકારીઓ પણ આ પરેડમાં જોડાયા. આ પરેડમાં 54 ફ્લેગ બેરર, એટલે કે BSF, CISF, ITBP, CRPF અને ગુજરાત પોલીસના જવાનોએ ભાગ લીધો. સાથે જ સંયુક્ત પોલીસ બેન્ડમાં BSF, CRPF અને રાજ્ય પોલીસના 76 સભ્યો ભાગ લીધો હતો. તો ઓરિસ્સાના ગંજામના કલાકારોએ રાષ્ટ્રીય એકતાની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કેવડિયાથી આણંદ જશે અમિત શાહ

જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આણંદમાં અમૂલના 75 મી એનીવર્સરીના કાર્યક્રમમાં પણ ભાગ લેવાના છે. કેવડિયા એકતા પરેડમાં હાજરી આપ્યા બાદ અમિત શાહ 11.30 કલાકે હેલિકોપ્ટર દ્વારા આણંદ જવા રવાના થશે. ત્યાં બપોરે 11.45 કલાકે અમિત શાહનું આણંદમાં આગમન થશે. તો બપોરે 12.05 કલાકે શાહ અમુલ ડેરી ખાતે પહોંચશે. ત્યાર બાદ બપોરે 12.15 કલાકે દૂધ સંઘના સભ્યો સાથે તેઓ બેઠક કરશે. બપોરે 12.40 કલાકે અમુલ ડેરીના પ્લાન્ટની મુલાકાત પણ લેશે. અને બપોરે 01.45 કલાકે સ્ટેજ કાર્યક્રમમાં હાજરી આપશે.

આ પણ વાંચો: Nadiad: બિનવારસી હાલતમાં મળેલી બાળકીનો કેસ, માતાને શોધવામાં પોલીસને મળી મોટી સફળતા

આ પણ વાંચો: ભાજપ Vs ભાજપ: નવસારીના સિનિયર BJP કાર્યકરોએ પાર્ટીના જ મોટા નેતાઓ સામે ભ્રષ્ટાચારના લગાવ્યા ગંભીર આરોપ

g clip-path="url(#clip0_868_265)">