ભાજપ Vs ભાજપ: નવસારીના સિનિયર BJP કાર્યકરોએ પાર્ટીના જ મોટા નેતાઓ સામે ભ્રષ્ટાચારના લગાવ્યા ગંભીર આરોપ
નવસારીમાં ભાજપ સામે ભાજપ જોવા મળી રહ્યું છે. ભાજપના સિનીયર કાર્યકર્તાઓએ પાર્ટીના જ નેતાઓ સામે ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો છે.
નવસારીમાં ભાજપના સિનિયર કાર્યકરોમાં પાર્ટીના જ મોટા નેતાઓ સામે નારાજગી સામે આવી છે. નવસારીમાં ભાજપના સિનિયર કાર્યકરોએ નગરપાલિકા વોર્ડના કામોને લઈને પ્રમુખને રજૂઆત કરી છે. સિનિયર કાર્યકરોએ પોતાની જ પાર્ટીના નેતાઓની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે નવસારી નગરપાલિકામાં કરોડોનો ખર્ચ કરવા છતાં વિકાસ થયો ન હોવાના પોતાના જ પાર્ટીને નેતા સામે ગંભીર આરોપ સિનયિર કાર્યકરોએ લગાવ્યો.
જણાવી દઈએ કે આ મામલે નવસારી જિલ્લા ભાજપના મોટા નેતાઓ સામે સવાલ ઉઠાવતા સિનિયર કાર્યકરોએ રજૂઆત કરી છે. જેમાં વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે. નવસારી નગરપાલિકાના પ્રમુખે સિનિયર કાર્યકરોની તમામ રજૂઆતો અને મુદ્દાઓને સાંભળીને તેનો ઉકેલ આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.
Latest Videos