PM મોદીએ યાદ કર્યા ‘RRR’, કહ્યું રીડ્યુસ, રીયુઝ, રીસાયકલના ત્રણ ‘R’ ભારતીયોની જીવનશૈલીના અભિન્ન અંગ, મિશન લાઈફનો કરાવ્યો પ્રારંભ

|

Oct 20, 2022 | 1:13 PM

વડાપ્રધાને કહ્યું કે, આજે ભારત પ્રગતિ સાથે પ્રકૃતિ સાથે સાચવી રાખ્યુ છે, કારણ કે ભારતમાં પ્રકૃતિ પ્રેમ ઘણો જુનો છે. ભારતે ક્લાઈમેન્ટ ચેન્જ માટે ખૂબ કાર્યો કર્યા  છે. સંયુક્ત રાષ્ટ્ર થકી લાઈફ મિશનને દુનિયા સુધી પહોંચાડી શકાશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. 

PM મોદીએ યાદ કર્યા RRR,  કહ્યું રીડ્યુસ, રીયુઝ, રીસાયકલના ત્રણ R ભારતીયોની જીવનશૈલીના અભિન્ન અંગ, મિશન લાઈફનો કરાવ્યો પ્રારંભ
વડાપ્રધાન મોદીએ લાઇફ મિશનનું કર્યું લોન્ચિંગ

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસે PM મોદી  (PM narendra modi) કેવડીયા ખાતે 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં (Head of Mission Conference) સહભાગી થયા હતા. તેમની સાથે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ  (Antonio Guterres) પણ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. સાથે જ આ કોન્ફરન્સમાં ભારતના 120 દેશોના રાજદૂત અને ઉચ્ચ કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને આ  કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે  રીડ્યુસ, રીયુઝ, રીસાયકલ તેમજ ગોળાકાર અર્થવ્યવસ્થા હજારો વર્ષોથી ભારતીયોનો અભિન્ન અંગ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વધુમાં વડાપ્રધાને કહ્યું કે, આજે ભારત પ્રગતિ સાથે પ્રકૃતિ સાથે સાચવી રાખ્યું છે, કારણ કે ભારતમાં પ્રકૃતિ પ્રેમ ઘણો જુનો છે. ભારતે ક્લાઈમેન્ટ ચેન્જ માટે ખૂબ કાર્યો કર્યા  છે. સંયુક્ત રાષ્ટ્ર થકી લાઈફ મિશનને દુનિયા સુધી પહોંચાડી શકાશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે  ગાંધીજીએ ટ્રસ્ટીશીપ વિશે વાત કરી હતી. મિશન લાઇફ આપણને પર્યાવરણના ટ્રસ્ટી બનવા પ્રોત્સાહિત કરે છે.

 

જાણો, શું છે LIFE  મિશન

2021માં ગ્લાસગોમાં COP26 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ  (LiFE) અભિયાનનો વિચાર વિશ્વની સમક્ષ રજૂ કર્યો હતો. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસના પછીના દિવસે એટલે કે 6 જૂન, 2022ના રોજ એક કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાને ( LiFE) મિશનની શરૂઆત કરીને જણાવ્યું કે આ મિશન પાછળનો વિચાર એવો છે કે આપણે એવી જીવનશૈલી અપનાવીએ જે આપણી ધરતી માટે અનુકૂળ હોય અને આપણે તેને નુકસાન ન પહોંચાડીએ. તેમણે કહ્યું, ‘લાઇફ મિશન’ ભૂતકાળમાંથી શીખે છે, વર્તમાનમાં સંચાલિત થાય છે અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ બન્યા  SOUના મહેમાન

સ્ટેચ્યુ ઓફ યુનિટી  (Statue of Unity) ખાતે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે દ્વી-પક્ષીય બેઠક આયોજિત કરી હતી. તે દરમિયાન બંને મહાનુભાવોના સ્વાગત માટે વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના અલગ- અલગ પ્રાંતમાંથી હુડો, ગરબા, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા, ટીમલી, મિશ્ર રાસ, કાઠીયાવાડી રાસ સહિતની વિવિધ સાંસ્કૃતિક નૃત્ય મંડળીઓ દ્વારા ઝાંખીઓ પ્રસ્તુત કરી હતી.

યુએન મહાસચિવ પહેલી વખત લેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા યુએન મહાસચિવ પોતાના પ્રવાસના ત્રીજા દિવસે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન મહાસચિવનું સ્વાગત કરશે. ત્યારબાદ યુએન મહાસચિવ વડાપ્રધાનની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરને નિહાળશે અને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ દરમિયાન બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે અલગથી એક બેઠક થવાની પણ શક્યતા છે. યુએન મહાસચિવ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંયુક્ત રાષ્ટ્ર તેમજ ભારત સરકારના અન્ય ગણમાન્ય લોકોની હાજરીમાં વડાપ્રધાનના ( LiFE)  મિશન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.

Published On - 1:09 pm, Thu, 20 October 22

Next Article