Gujarat ના એકતાનગરમાં ટેન્ટસિટી-2 ખાતે દિવ્યાંગજન આયુકતો માટે બે દિવસીય સંવેદના કાર્યશાળાનું આયોજન

આ બે દિવસીય કાર્યશાળામાં વિભિન્ન દિવ્યાંગજનોના સશક્તિકરણથી જોડાયેલ વિભાજન મુદ્દાઓ પર ચર્ચા વિચારણ પણ કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે ખાસ હર્ષભેર જણાવ્યું હતું કે, સરકારના એક સારા પ્રયત્નોથી જૂન-2020 થી જાન્યુઆરી-2022 સુધી દિવ્યાંગજનોના 2000  કેસોનું નિરાકરણ થયેલ છે

Gujarat ના એકતાનગરમાં ટેન્ટસિટી-2 ખાતે દિવ્યાંગજન આયુકતો માટે બે દિવસીય સંવેદના કાર્યશાળાનું આયોજન
Gujarat Ekta Nagar Workshop Divyangjan commissioner at Tent City-2
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 11:52 PM

કેન્દ્રના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દિવ્યાંગજન સશક્તિકરણ( Divyangjan  Empowernment) વિભાગ અને મુખ્ય દિવ્યાંગજન આયુક્ત કાર્યાલય નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના(Gujarat)  એકતા નગરમા ટેન્ટસિટી-2(Tent City -2) ખાતે રાજ્ય સરકારના પદાધિકારીઓ અને રાજ્ય દિવ્યાંગજન આયુકતો માટે બે દિવસીય સંવેદના કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ.વીરેન્દ્રકુમાર દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીએ દિવ્યાંગજન મુખ્ય આયુક્ત કાર્યાલયની નવી વેબસાઈટ ખુલ્લી મુકી હતી. આ વેબસાઈટ દિવ્યાંગજનો માટે પૂર્ણરૂપથી સુગમ્ય અને દરેક વ્યક્તિ ખુબજ સારી રીતે વાપરી શકે તેવી છે અને આ વેબસાઈટમાં કોઈની દિવ્યાંગ ફરિયાદ હશે તો તેમનું નિરાકરણ સરળતાથી થશે.

વિકલાંગ વ્યક્તિઓની  યોજનાઓ વિશે જાગૃતિ લાવવાના પ્રયત્નો

આ કાર્યક્રમને સંબોધિત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, દિવ્યાંગજન સશક્તિકરણની દિશામાં ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહેલ વિભિન્ન પ્રયાસો તથા કાર્યક્રમો દિવ્યાંગજનો પ્રતિ એક અનુકૂળ દ્રષ્ટિકોણ છે. આ બે દિવસીય સંવેદના વર્કશોપમાં વિકલાંગ વ્યક્તિઓ માટે ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ લાવવાના પ્રયત્નો થયા છે, જેમ કે RPWD એક્ટ,૨૦૧૬ ના અમલીકરણ, વિકલાંગ વ્યક્તિઓ માટેના મુખ્ય કમિશનરની કામગીરી અને રાજ્ય સરકારો દ્વારા સુલભતા પર શ્રેષ્ઠ અભ્યાસ પર ચર્ચા કરાઈ સાથેજ એક પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. જેમાં નેશનલ ટ્રસ્ટના સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદનો અને ALIMCO અને NHFDC તથા રાષ્ટ્રીય ન્યાસના સહાયક ઉપકરણોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.

ભારતભરના 25 જેટલા સ્વરાજ્ય સંસ્થાના પદાધિકારીઓ ઉપસ્થિત

આ કાર્યક્રમ દરમિયાન સુલભતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડિપાર્ટમેન્ટ હેઠળ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. આ સેમિનાર સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રી ડૉ.વીરેન્દ્રકુમાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી પ્રતિમા ભૌમિક સહીત ભારતભરના 25 જેટલા સ્વરાજ્ય સંસ્થાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સેક્રેટરી અંજલિ ભવરા, અને Dy સેક્રેટરી કિશોર બી. સુરવાડે અને વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગના મહાનિર્દેશક અને અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

દિવ્યાંગજનોના 2000  કેસોનું નિરાકરણ થયેલ

આ બે દિવસીય કાર્યશાળામાં વિભિન્ન દિવ્યાંગજનોના સશક્તિકરણથી જોડાયેલ વિભાજન મુદ્દાઓ પર ચર્ચા વિચારણ પણ કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે ખાસ હર્ષભેર જણાવ્યું હતું કે, સરકારના એક સારા પ્રયત્નોથી જૂન-2020  થી જાન્યુઆરી-૨૦૨૨ સુધી દિવ્યાંગજનોના 2000  કેસોનું નિરાકરણ થયેલ છે.  જેમાં વર્ચ્યુઅલી મુખ્ય આયુક્ત (દિવ્યાંગજન-નવી દિલ્હી) દ્વારા આ કેશોનું નિરાકરણ થયું હતું. ઉપરાંત એરપોર્ટ ઉપર પણ દિવ્યાંગોને કોઈ તકલીફ ના પડે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે.

આ પણ વાંચો : Ahmedabad : કબૂતરબાજી રેકેટમા વધુ નવા ખુલાસા, રેકેટનો માસ્ટર માઇન્ડ ચંદ્રજીતસિંહ હજુ ફરાર

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસોમાં રાહત, નવા 96 કેસ,એક પણ મૃત્યુ નહિ

g clip-path="url(#clip0_868_265)">