ગુજરાતમાં કોરોનાના કેસોમાં રાહત, નવા 96 કેસ,એક પણ મૃત્યુ નહિ

ગુજરાતમાં કોરોનાના કેસોમાં રાહત, નવા 96 કેસ,એક પણ મૃત્યુ નહિ
Gujarat Corona Update

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 04 માર્ચના રોજ કોરોનાના નવા 96 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે શૂન્ય મોત નોંધાયા છે.

Chandrakant Kanoja

|

Mar 04, 2022 | 8:38 PM

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 04 માર્ચના રોજ કોરોનાના નવા 96 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે શૂન્ય મોત(Death) નોંધાયા છે.ગુજરાતમાં કોરોનાના સતત ઘટી રહેલા કેસો વચ્ચે છેલ્લા 24 કલાકમાં 237 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 1109 થવા પામી છે. તેમજ આરોગ્ય વિભાગના પ્રયત્નોના લીધે અત્યાર સુધી 12,11, 087 લોકોએ કોરોનાને હરાવ્યો છે. તેમજ રાજયનો રિકવરી રેટ 99.02 ટકા થયો છે.

જેમાં આજે નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 38, વડોદરામાં 08, રાજકોટમાં 07, તાપીમાં 05, અમરેલી 04, આણંદ 04, વડોદરા 04, બનાસકાંઠા 03, કચ્છમાં 03, સુરતમાં 03, ડાંગ 02, ગાંધીનગર ગ્રામીણમાં 02, ગાંધીનગરમાં 02, મહેસાણામાં 02, સુરતમાં 02, અમદાવાદ ગ્રામીણમાં 01, ભાવનગર કૉર્પોરેશન 01 , દાહોદ 01, ખેડામાં 01, નવસારી 01, સુરેન્દ્રનગરમાં 01 અને વલસાડમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે બાકીના જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ

ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સોમવારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.

વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી

જેમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. તેમજ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. જ્યારે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. ર માર્ચ-ર૦ર૨ થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. તેમજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા. ૩૧ માર્ચ ર૦રર સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Botad : યુક્રેનમાં ફસાયેલા બે વિદ્યાર્થીઓ પરત ફર્યા, પરિવારજનોને સંભળાવી આપવીતી

આ પણ વાંચો : મહેસાણા : મંગળવારે થનાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati