Narmada: વરસાદ વખતે કોઝ-વે પરથી તણાયેલી 8 વર્ષની બાળકીનો મૃતદેહ 8 દિવસે મળ્યો

એનડીઆરએફની ટિમે બાળકીને શોધવાની કાર્યવાહી કરી હતી પણ બાળકી મળી ન હતી. આજે 8 દિવસ બાદ બાળકીનો મૃતદેહ સ્થાનિક લોકો દ્વારા શોધવામાં આવ્યો છે.

Narmada: વરસાદ વખતે કોઝ-વે પરથી તણાયેલી 8 વર્ષની બાળકીનો મૃતદેહ 8 દિવસે મળ્યો
Causeway
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 8:09 PM

રાજ્યમાં છેલ્લા દસ દિવસથી વરસાદ (Rain) પડવાનો શરૂ થઈ ગયો છે જેના પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વધતા-ઓછા પ્રમાણમાં વરસાદ પડે છે. જેમાં 8 દિવસ પહેલાં નર્મદા (Narmada)  જિલ્લામાં ધોધમાર વરસદાને પગલે નદીઓમાં પુર આવ્યું હતું. દરમિયાન કણજી ગામ નજીક વરસાદ દરમ્યાન કોઝ વે પરથી 8 વર્ષની બાળકી તણાઈ હતી. એનડીઆરએફની ટિમે બાળકી (Girl) ને શોધવાની કાર્યવાહી કરી હતી પણ બાળકી મળી ન હતી. આજે 8 દિવસ બાદ બાળકીનો મૃતદેહ સ્થાનિક લોકો દ્વારા શોધવામાં આવ્યો છે.

બીજી બાજુ આજના વરસાદની વાત કરવામાં આવે તો સુરતમાં વહેલી સવારથી વરસાદ પડવાનો શરૂ થયો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેમાં ઉધના, પાંડેસરા, ડીંડોલી, વેસુ, સચિન સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વહેલી સવારથી ઘટાટોપ વાદળો છવાયાં સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. પવન સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હળવા પવન સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી.

વડોદરા જિલ્લામાં સાવલી તાલુકામાં વરસાદ પડ્યો હતો. ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદનું આગમન થતાં બાળકોએ નાહવાની મજા લીધી હતી. સમગ્ર તાલુકામાં વાદળછાયું વાતાવરણ હતું. જેમાં સાવલીના ટુંડાવ લસુન્દ્રા લામડાપુરા પંથકમાં વરસાદી ઝાપટાં શરૂ થયાં હતાં.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પંચમહાલ જિલ્લામાં યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરના પગથિયાં ઉપર વરસાદી પાણીના ધોધ વહેતા થયા હતા. ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પાવાગઢમાં માતાજીના દર્શન કરવા પધાર્યા હતા. આ સમયે પણ ઝરમર વરસાદ પડતો હતો. આ વરસતા વરસાદમાં તેઓ રોપવે પોઇન્ટથી માતાજીના મંદિર સુધીના પગથિયા ચડીને ગયા હતા. વરસાદના પગલે પાવાગઢના ડુંગર પર આહ્લાદક દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

અમદાવાદ જિલ્લામાં ધંધુકા ખાતે બપોર બાદ ફરી મુશળધાર વરસાદ પડ્યો હતો. તાલુકાના રાયકા, ખડોળ, જાળીયા, પડાંણા, રોજકા ગામોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ પડી જતાં રસ્તાઓ પર પાણી વહેતાં તઈ ગયાં હતાં. આ ઉપરાંત બોટાદ તાલુકાના બરવાળા ખાતે સાંજના સમયે વરસાદ પડ્યો હતો. આકાશમાં કાળા વાદળો છવાયા બાદ બરવાળા શહેર સહિત નાવડા, રામપરા, કાપડીયાળી, રોજીદ, ભીમનાથ, ખમિદાણા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. બોટાદ તાલુકાના પાળીયાદ ગામે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. પાળીયાદ ગામે રસ્તા પર વરસાદી પાણી વહેતા થયાં હતાં જ્યારે વરસાદના પગલે લોકોને ગરમીથી રાહત થઈ હતી.

દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ વાંસદા સહિત આસપાસના ગામોમાં વરસાદ પડ્યો હતો. વાંસદા ટાઉન ખડકાલા સર્કલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે હનુમાન બારી, કેલીયા, ખડકાળા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના અધિકારી વિજીનલાલે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી ત્રણ દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે, તેમજ સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 20 અને 21 જૂને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી સહિતના વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. બીજી બાજુ સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી. ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાતા વરસાદ રહેશે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે માછિમારોને માટે વોર્નિંગ જાહેર કરાઈ છે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">