AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narmada: સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, નર્મદા ડેમની સપાટી 135.93 મીટરે પહોંચી

અગાઉ નર્મદા ડેમના (Narmada Dam) 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યુ હતુ. જો કે હવે ડેમના 13 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ભરૂચમાં (Bharuch) સંભવિત પૂરનું જોખમ ટાળવા માટે આખરે નર્મદા ડેમના (Narmada Dam) 13 દરવાજા બંધ કરવામાં આવ્યા છે.

Narmada: સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, નર્મદા ડેમની સપાટી 135.93 મીટરે પહોંચી
નર્મદા ડેમના 10 દરવાજા ખોલી છોડાઇ રહ્યુ છે પાણી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 12:58 PM
Share

ગુજરાતની (Gujarat) જીવાદોરી સમાન નર્મદા ડેમની (Narmada Dam) જળ સપાટી વધતા ખેડૂતોને સિંચાઈના પાણી માટે મોટી રાહત થશે. સરદાર સરોવર નર્મદા ડેમની (Sardar Sarovar Narmada Dam) જળ સપાટી 135.93 મીટર પર પહોંચી છે. જયારે પાણીની આવક 1 લાખ 62 હજાર 292 ક્યુસેક છે. નર્મદા ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 45 હજાર 27 ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યુ છે. જો કે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી રહી છે. તો નર્મદા ડેમમાંથી કેનાલમાં 18 હજાર 342 ક્યુસેક પાણી છોડાઇ રહ્યા છે.

નર્મદા ડેમના 13 દરવાજા બંધ કરવામાં આવ્યા

નર્મદા ડેમના 10 દરવાજા ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. અગાઉ નર્મદા ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યુ હતુ. જો કે હવે ડેમના 13 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ભરૂચમાં (Bharuch) સંભવિત પૂરનું જોખમ ટાળવા માટે આખરે નર્મદા ડેમના (Narmada Dam) 13 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ગુજરાતની(Gujarat) જીવાદોરી સમાન નર્મદા ડેમની (Narmada Dam) જળ સપાટી વધતા ખેડૂતોને સિંચાઈના પાણી માટે મોટી રાહત થશે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.93 મીટર પર પહોંચી છે. જયારે પાણીની આવક 1 લાખ 62 હજાર 292 ક્યુસેક છે.

ભરુચ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો

હાલ વરસાદનું જોર ઘટતા ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો થયો છે. નર્મદા નદી ભયજનક સપાટીની નીચે પહોંચતા તંત્રએ રાહતનો શ્વાસનો લીધો છે. ગોલ્ડનબ્રિજ નજીક નદીની જળ સપાટી 19.19 ફૂટ નોંધાઇ છે. નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે. 24 કલાકમાં નર્મદા નદીની સપાટીમાં 7 ફૂટનો ઘટાડો નોંધાયો છે.

કાંઠાના ગામોમાં ખેતીને નુકસાન

નર્મદા નદીના અંકલેશ્વર કાંઠાના ખેડૂતો ફૂલ અને શાકભાજીની ખેતી કરે છે. નર્મદાના પાણી કોતરો મારફતે સીમમાં પ્રવેશી ગયા છે. ખેડૂતો અનુસાર આ પાણીનો તરત નિકાલ થશે નહિ જેના કારણે ખેતીને નુકસાન થશે. કેટલાક ખેડૂતો તેમના ઉભા પાક ગુમાવવાની પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ફૂલોની ખેતી કરતા પિન્ટુ પટેલે જણાવ્યું હતું કે જળસ્તરમાં એક સ્તર બાદ વધારો થયો નથી જે રાહતના સમાચાર છે. જળસ્તર 28 ફુટ સુધી પહોંચી જાય ત્યારે કાંઠાના ગામોમાં ખેતીને વધારે નુકસાન થાય છે.

g clip-path="url(#clip0_868_265)">