Narmada: 1 જુલાઈથી શરૂ થતી અમરનાથ યાત્રા માટે નર્મદા જિલ્લામાંથી 450થી વધુ શ્રદ્ધાળુઓ રવાના
નર્મદા જિલ્લાામાં 6 લોકોથી શરૂ થયેલી શ્રદ્ધાળુઓની યાત્રા આજે 450 લોકો સુધી પહોંચી છે. આ વર્ષે નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી 450 થી 500 લોકો અમરનાથ યાત્રા માટે રવાના થયા છે.
Narmada: 1 જુલાઈથી શરૂ થતી અમરનાથ યાત્રા (Amarnath Yatra) માટે સમગ્ર દેશમાંથી લોકો બાબા અમરનાથના દર્શન માટે જતા હોય છે. નર્મદા જિલ્લામાંથી 24 વર્ષ પહેલા 6 વ્યક્તિઓએ બાબા અમરનાથના દર્શન માટે ગયા હતા. તેઓ તેમની સાથે એક ત્રિશુલ પણ લઈ જતા હતા. પેલી કહેવત છે ને કે “એક કે બાદ એક મિલતે ગયે ઔર કારવા બનતા ગયા” આ કહેવત ખરેખર સાચી થઈ છે 6 વ્યક્તિઓથી શરૂ થયેલી નર્મદા જિલ્લાના શ્રદ્ધાળુઓની યાત્રા આજે 450 લોકો સુધી પહોંચી છે. આ વર્ષે નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી 450 થી 500 લોકો અમરનાથ યાત્રા માટે રવાના થયા છે.
Breaking News : સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં સપાટી વધી
અમરનાથના દર્શન માટે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે
અમરનાથ બાબાના દર્શન માટે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે. કારણ કે ગમે ત્યારે વરસાદ પડતો હોય છે એક વખત બાલતાલ ખાતે બોમ્બ વિસ્ફોટ પણ થયો હતો, પરંતુ લોકોનું કહેવું છે કે હાલમાં કેન્દ્ર સરકારની ઉમદા કામગીરી અને યોગ્ય વ્યવસ્થાના પગલે હવે અમરનાથ જતા શ્રદ્ધાળુઓને કોઈ ચિંતા નથી. ત્યાંની વ્યવસ્થાની વાત કરીએ તો આર્મી દ્વારા પૂરતી સુવિધાઓ પુરી પાડવામાં આવતી હોય છે.
અમરનાથ યાત્રા રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે
પદયાત્રા માટે પહેલગામથી ચંદનવાડી થઇને શેષનાગ, પંચતરણી, ગણેશ ટોપ, સંગમથી ગુફા સુધી શ્રદ્ધાળુઓ જતા હોય છે, જ્યારે બીજો રસ્તો બાલતાલથી 16 કિલોમીટર પદયાત્રા કરીને જતા હોય છે. જે લોકો પદયાત્રા ન કરી શકતા હોય તે શ્રદ્ધાળુઓ ડોલી અથવા ઘોડા પર સવારી કરીને પણ યાત્રા પૂર્ણ કરતા હોય છે. આ વર્ષે અધિક માસ અને તે પણ શ્રાવણ અધિકમાસ છે એટલે અધિક પુરુસોત્તમ શ્રાવણ માસ અને શ્રાવણ માસ એમ 2 મહિના યાત્રા ચાલશે જેથી શ્રદ્ધાળુઓ પણ ખુશ થયા છે. અમરનાથ યાત્રા રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે.
ઈનપુટ ક્રેડીટ- વિશાલ પાઠક- નર્મદા