AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narmada : ભાજપના સાંસદની સચિવને રજૂઆત : બિસ્માર રસ્તાં રીપેર કરો સરકાર

Narmada : નર્મદા જિલ્લામાં કેવડિયા નજીક આકાર પામેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી(Tallest statue in the world - Statue of Unity) સહિતના આકર્ષણોની ઝલક પામવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભરૂચ અને વડોદરા જિલ્લા તરફથી અહીં પહોંચે છે. પ્રવાસન સ્થળને જોડતા માર્ગ અત્યંત બિસમાર હાલતમાં છે. ચુંટણી નજીક છે ત્યારે આ મુદ્દો કોંગ્રેસ જતો કરવાના મૂડમાં નથી. ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા બિસમાર રસ્તાઓને લઈ આંદોલન કરી રહી છે. પ્રજાના પ્રશ્નને લઈ કોંગ્રેસ સહાનુભૂતિ મેળવી લે તેવો કદાચ સ્થાનિક સાંસદ અને માજી મંત્રી મનસુખ વસાવાને ભય સતાવી રહ્યો છે

Narmada : ભાજપના સાંસદની સચિવને રજૂઆત  : બિસ્માર રસ્તાં રીપેર કરો સરકાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 9:03 AM
Share

Narmada : નર્મદા જિલ્લામાં કેવડિયા નજીક આકાર પામેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી(Tallest statue in the world – Statue of Unity) સહિતના આકર્ષણોની ઝલક પામવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભરૂચ અને વડોદરા જિલ્લા તરફથી અહીં પહોંચે છે. પ્રવાસન સ્થળને જોડતા માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. ચુંટણી(Loksabha Election) નજીક છે ત્યારે આ મુદ્દો કોંગ્રેસ(Congress) જતો કરવાના મૂડમાં નથી. ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા બિસમાર રસ્તાઓને લઈ આંદોલન કરી રહી છે.

પ્રજાના પ્રશ્નને લઈ કોંગ્રેસ સહાનુભૂતિ મેળવી લે તેવો કદાચ સ્થાનિક સાંસદ અને માજી મંત્રી મનસુખ વસાવા(Mansukh Vasava – MP Bharuch)ને ભય સતાવી રહ્યો છે જેમણે  રસ્તાઓના સમારકામ માટે ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવને પત્ર લખી જરૂરી કામગીરી શરૂ કરાવવા વિનંતી કરી છે. આ અંગે સાંસદે ટ્વીટ પણ કર્યું છે.

ચોમાસામાં ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં રાજ્યધોરી માર્ગ સહિત અનેક ગામના માર્ગ બિસ્માર બન્યા છે. અંકલેશ્વર – વાલિયા અને નેત્રંગમાં અતિવ્યસ્ત રોડ ઉપરથી વાહનો પસાર થાય ત્યારે  ઊડતી ધૂળને પગલે ગ્રામજનો અને વાહન ચાલકો પરેશાનથઇ ગયા છે. અનેક રજૂઆત કરવા છતાં કોઇ તંત્ર તરફથી અસરકારક કાર્યવાહી નજરે ન પડતા કોંગ્રેસે આંદોલન શરૂ કર્યું છે.

આવતા વર્ષે દેશમાં લોકસભા ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ભરૂચ – નર્મદા બેઠકના સંસદ રસ્તાઓના સમારકામ માટે ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવને પત્ર લખી જરૂરી કામગીરી શરૂ કરાવવા વિનંતી કરી છે.  મનસુખ વસાવાએ સરકારમાં રજુઆત અંગે  ટ્વીટ પણ કર્યું છે.

સાંસદ મનસુખ વસાવા દ્વારા ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર થી નેત્રંગ,અંકલેશ્વરથી ઉમલ્લા, ભરૂચ થી ગુમાનદેવ તથા ભરૂચ થી દહેજ,ભરૂચ થી જંબુસર, આમોદથી કરજણ તથા જિલ્લા પંચાયતના રસ્તાઓ ભારે વરસાદથી ખુબજ મોટા પાયે તૂટી ગયા છે,ઠેરઠેર ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે,તે તાત્કાલીકથી નવા બનાવવા માંગ કરવામાં આવી છે.

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">