Tapi : તાપી સહિત તમામ જિલ્લામાં આગામી 5 જુલાઈથી 18 જુલાઈ દરમ્યાન વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે

તાપી જિલ્લામાં કુલ 2 રથની ફાળવણી સાથે સમગ્ર રાજ્યમાં કુલ 82 રથ દ્વારા “વંદે ગુજરાત વિકાસ યાત્રા” યોજાશે.

Tapi : તાપી સહિત તમામ જિલ્લામાં આગામી 5 જુલાઈથી 18 જુલાઈ દરમ્યાન વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે
Tapi meeting
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 02, 2022 | 11:04 AM

તાપી (Tapi) જિલ્લામાં આગામી તારીખ 5 થી 18 જુલાઇ દરમ્યાન વંદે ગુજરાત વિકાસ યાત્રા (Vande Gujarat Vikas Yatra) નું આયોજન કરવામાં આવ્યું છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ આગામી તારીખ 5 જુલાઈ 2022 થી તારીખ 18 જુલાઈ 2022 દરમિયાન યોજાશે. આ કાર્યક્રમના સુયોગ્ય આયોજન અંગે તાજેતરમાં સમગ્ર રાજ્યના કલેક્ટરો સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે રાજયના મુખ્ય સચિવ (Chief Secretary) ના અધ્યક્ષ સ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. ત્યાર બાદ જિલ્લા કલેક્ટર એચ. કે. વઢવાણિયાના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે કાર્યક્રમના સંલગ્ન અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

વીડિયો કોંફરન્સમાં આપેલી માહિતી અનુસાર રાજયના તમામ જિલ્લાઓમાં આગામી 5 જુલાઈથી તારીખ 18 જુલાઈ દરમિયાન ‘વંદે જિલ્લા કલેક્ટર એચ.કે. વઢવાણિયાના ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.

બેઠકમાં કલેક્ટરે સંબંધિત વિભાગને જરૂરી સુચનો કર્યા હતા. જેમાં વિકાસ યાત્રા માટે જે તે વિસ્તારના રૂટ પ્લાન બનાવવા માટે, તાલુકા અને ગ્રામ્ય કક્ષાની સમિતી તૈયાર કરી તેઓને માર્ગદર્શન આપવા માટે, ગ્રામ્ય કક્ષાએ રથના સ્વાગત માટે ગ્રામજનોને જાણકારી આપવા અંગે, રથના રાત્રી રોકાણ અંગે, રથ દ્વારા ગામોમાં સરકારની જનકલ્યાણકારી વિવિધ યોજના અંગે પ્રચાર-પ્રસાર કરવા અંગે, તેમજ રથ અંગેની ડેટા અન્ટ્રી ઉપર ખાસ ધ્યાન આપવા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો

આ બેઠકના અંતે આ યાત્રા દરમિયાન તમામ આનુસાંગિક કામગીરી સંપુર્ણ નિષ્ઠા અને જવાબદારી પુર્વક હાથ ધરવા કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. તાપી જિલ્લામાં કુલ 2 રથની ફાળવણી સાથે સમગ્ર રાજ્યમાં કુલ 82 રથ દ્વારા “વંદે ગુજરાત વિકાસ યાત્રા” યોજાશે. ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દાયકામાં જે વિકાસના કામો થયા છે તે કામોને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિકાસ યાત્રા દરમિયાન 18 જેટલા વિભાગોના સહયોગમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથા જેવા અલગ અલગ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">