Surat : મહાનગરપાલિકાનું નવું ભવન બનશે આઇકોનીક, સરકારની લીલી ઝંડીની રાહ

સુરત કોર્પોરેશનની નવી બનનારી બિલ્ડીંગ ભૂકંપ પ્રૂફ અને સાયક્લોન પ્રૂફ હશે. જેની ડીઝાઈન માટેના કેટલાક ટેકનીકલ સૂચનોની સાથે કમિટીએ પ્રોજેક્ટને યોગ્ય ઠેરવી દીધો છે. આગામી 8 જુલાઈએ થનાર અંતિમ બેઠક બાદ આ પ્રોજેકટ ટેન્ડર પ્રક્રિયા માટે આગળ વધી શકશે.

Surat : મહાનગરપાલિકાનું નવું ભવન બનશે આઇકોનીક, સરકારની લીલી ઝંડીની રાહ
Surat The new building of the corporation will become iconic
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 02, 2022 | 10:48 AM

સુરત (Surat) મહાનગરપાલિકા (corporation) ના નવા વહીવટી ભવનને સરકાર (government) ની લીલી ઝંડી મળવાની તૈયારી છે. રાજ્ય સરકારની ટોલ બિલ્ડીંગ ટેકનીકલ કમિટી સમક્ષ મનપાએ તમામ પ્રશ્નોના સંકલિત જવાબો રજુ કરી દીધા હતા. હવે આગામી 8 જુલાઈએ થનાર ફાઈનલ મીટીંગ બાદ મનપા અત્યાધુનિક ગ્રીન બિલ્ડીંગની ટેન્ડર પ્રક્રિયામાં આગળ વધશે. દુબઈના બુર્જ ખલીફા સહીતની વિશ્વની 10 પ્રસિદ્ધ બિલ્ડીંગોની કન્સલ્ટન્સી કરનાર જે એજન્સી હતી તે જ એજન્સી મનપાના વહીવટી ભવનની કન્સલ્ટન્સી કરશે એવું નક્કી છે. ગાંધીનગર ખાતેની ટોલ બિલ્ડીંગ ટેકનીકલ કમિટીની મીટીંગમાં સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનીધી પાની, સીટી ઈજનેર આશિષ દુબે તથા શહેર વિકાસ અધિકારી ધર્મેશ મિસ્ત્રી આ બેઠકમાં હાજર રહ્યા હતા.

સુરત કોર્પોરેશનની નવી બનનારી બિલ્ડીંગ ભૂકંપ પ્રૂફ અને સાયક્લોન પ્રૂફ હશે. જેની ડીઝાઈન માટેના કેટલાક ટેકનીકલ સૂચનોની સાથે કમિટીએ પ્રોજેક્ટને યોગ્ય ઠેરવી દીધો છે. આગામી 8 જુલાઈએ થનાર અંતિમ બેઠક બાદ આ પ્રોજેકટ ટેન્ડર પ્રક્રિયા માટે આગળ વધી શકશે.

બુર્જ ખલીફાની કન્સલ્ટન્સી કરનાર એજન્સી કરી શકે છે કન્સલ્ટન્સી

સુરત કોર્પોરેશનનું આ નવું વહીવટી ભવન બનાવવા માટે દુબઇની બુર્જ ખલીફા ની કન્સલ્ટન્સી કરનારી એજન્સી કન્સલ્ટન્સી કરશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. આખા રાજ્યમાં આ બિલ્ડીંગ આઇકોનિક બની રહેશે. આ એજન્સી અમેરિકામાં હેડકવાર્ટર ધરાવે છે. આ એજન્સી એ જ છે જેણે બુર્જ ખલીફા સહીત વર્લ્ડની ટોપટેન જાણીતી ઇમારતોની કન્સલ્ટન્સી કરી છે. કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેથી ઝડપથી ટેન્ડર પ્રક્રિયા સુધી આ પ્રોજેક્ટ લઇ જવામાં આવ્યો છે. ત્યારે ફક્ત રાજ્ય જ નહીં પણ દેશની આઇકોનિક બિલ્ડીંગમાં આ પ્રોજેકટ ગણના પામે તે રીતે આ વહીવટી ભવન બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અંદાજે 900 કરોડના ખર્ચે તૈયાર થશે નવું વહીવટી ભવન

આ બિલ્ડીંગની ઊંચાઈ 109 મીટરની આસપાસ રાખવામાં આવનાર છે, જેમાં 28 માળની સાથે બે ટાવરનો સમાવેશ કરવામાં આવશે. કમિટીની મંજુરી મળ્યા બાદ તરત જ ટેન્ડર ઇસ્યુ કરવાની તૈયારી સુરત મનપાએ કરી રાખી છે તેવું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું. રિંગરોડ ખાતે આવેલી જૂની સબજેલવાળી જમીન પર સાકાર થનારા પ્રોજેક્ટમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ નાની મોટી કચેરીઓને પણ સમાવી લેવાનું આયોજન છે. તેથી અહીં જે બે ટાવરની ઇમારતોનો પ્રોજેક્ટ છે તે ડિઝાઇનને ટોલ બિલ્ડિંગ પોલિસીનો લાભ પણ મળી શકે છે. જેથી હવે આ પ્રોજેક્ટનું બાંધકામ 10.10 લાખ સ્ક્વેર ફૂટથી વધીને 23.50 લાખ સ્ક્વેર ફૂટ જેટલું થવાનું છે.

g clip-path="url(#clip0_868_265)">