AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NARMADA: લાછરસ ગામે માત્ર 6 જ દર્દી કોરોના સંક્રમિત છતા PHC સેન્ટરમાં તમામ પ્રકારની કોવિડની સુવિધાઓ

Rahul Vegda
| Edited By: | Updated on: May 07, 2021 | 7:12 AM
Share

અહીં આજુ બાજુ ના 15 ગામો ના લોકો ને કોઈપણ પ્રકાર નો ટેસ્ટ કરાવવા માટે રાજપીપલા કોવિડ સેન્ટર કે રાજપીપલા ના કોઈ બીજા હોસ્પિટલમાં જવું પડતું નથી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામના PHC સેન્ટર માં કોવિડ માટે ની તમામ સુવિધા ઓ પુરી પાડવામાં આવી રહી છે. લાછરસ ગામમાં હાલ માત્ર 6 જ દર્દીઓ કોરોના સંક્રમિત છે.આ સેન્ટર પર કોવિડ ના નોર્મલ દર્દીઓ ને સારવાર પણ આપવામાં આવે છે જોકે હાલ તો આ સેન્ટર ખાતે કોઈ દર્દીઓ નથી અને જે છે તે પોતાના ઘરે હોમકોરોન્ટાઇન થયા છે. નર્મદા જિલ્લાનું લાછરસ પટેલ સમાજ ની વસ્તી ધરાવતું ગામ મોટું ગામ છે.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં આવેલ PHC સેન્ટર ખાતે કોવિડ 19 ને લગતી દર્દીઓ માટે ની તમામ સુવિધાઓ થી સજ્જ છે. એ પીએચસી સેન્ટર માં બેડ ની વ્યવસ્થા છે તો 3 ઓક્સિજન ના બોટલ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આજુ બાજુ ના 15 ગામો ના લોકો ને કોઈપણ પ્રકાર નો ટેસ્ટ કરાવવા માટે રાજપીપલા કોવિડ સેન્ટર કે રાજપીપલા ના કોઈ બીજા હોસ્પિટલમાં જવું પડતું નથી.

હાલ તો 45 વર્ષ થી ઉપર ના લોકો ને વેકસીન પણ અહીં જ લાછરસ ગામના પી એચ સી સેન્ટર ખાતે જ આપવામાં આવી રહી છે. આ સેન્ટર પર કોવિડ ના નોર્મલ દર્દીઓ ને સારવાર પણ આપવામાં આવે છે જોકે હાલ તો આ સેન્ટર ખાતે કોઈ દર્દીઓ નથી અને જે છે તે પોતાના ઘરે હોમકોરોન્ટાઇન થયા છે. નર્મદા જિલ્લાનું લાછરસ પટેલ સમાજ ની વસ્તી ધરાવતું ગામ મોટું ગામ છે. અહી લોકો માં જાગૃતતા પણ ખૂબ જોવા મળી રહી છે.

રોજ લગભગ 20 થી 40 જેટલા કોરોના ના ટેસ્ટિંગ કરવામાં આવે છે. આમ તો પેહલા 70 થી પણ વધુ કરોના ના દર્દીઓ હતા પણ આજ ની વાત કરીએ તો માત્ર 6 દર્દીઓ કોરોના ની સારવાર લઇ રહ્યા છે. ગામના સૌથી જાગૃત નાગરિક એવા દિનેશભાઇ દેસાઈ ની મહેનત ખૂબ રંગ લાવી છે. જો વેકસીન ન આવી હોય તો અધિકારી ને ફોન કરી ને પણ દિનેશભાઇ પોતાના ગામના લોકો માટે વેકસીન ની વ્યવસ્થા પણ કરે છે.

ખાસ તો અહીં નવા મુકાયેલા નિધીબેન મોદી કે જેઓ મેડિકલ ઓફિસર છે અને સુરત ના છે પણ પોતાના વતન થી દુર રહી ને પણ લોકો ને સમજ પાડે છે કે કોરોના થી કેવી રીતે બચી શકાય અને સરકાર દ્વારા જે ગાઈડ લાઇન આપવામાં આવી છે તેની પણ સમજ આપે છે જેથી જ તો આ ગામ માં કોરોના ના કેસો માં ઘટાડો પણ નોંધાયો છે

 

g clip-path="url(#clip0_868_265)">