AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેશ પટેલે તેમના જન્મદિને આ સૂચક નિવેદન કરી જયેશ રાદડિયા સામે લંબાવ્યો સમાધાનનો હાથ, શું કોલ્ડવોરનો આવશે અંત?- Video

છેલ્લા ઘણા સમયથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યુ છે અને ઈક્કોની ચૂંટણી બાદ આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.  ત્યારે નરેશ પટેલે આજે તેમના જન્મદિવસે એક સૂચક નિવેદન કરી જયેશ રાદડિયા સમક્ષ સમાધાનનો હાથ લંબાવ્યો છે. 

Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 11, 2024 | 2:28 PM

નરેશ પટેલ અને જયેસ રાદડિયા વચ્ચે છેલ્લા સાત વર્ષથી કોલ્ડવોર ચાલી રહ્યુ છે અને દિવસે દિવસે આ કોલ્ડવોરની ખાઈ વધી રહી છે. જયેશ રાદડિયા દ્વારા ખેલાયેલા રાજકીય દાવ અને પત્રિકા મામલે આખરે નરેશ પટેલે પણ તેમના જન્મદિવસે મીડિયા સમક્ષ રૂબરૂ થયા અને તેમની પ્રતિક્રિયા આપી હતી. જેમા તેમણે જયેશ રાદડિયાનું નામ તો ન લીધુ પરંતુ તેમણે જણાવ્યુ કે સમાજના લોકોએ સમાજના હિતમાં કામ કરવુ જોઈએ અને ખોડલધામના 500 કન્વીનર છે, તો દરેક સાથે ખોડલધામનું નામ જોડવુ યોગ્ય નથી.

રાજકીય રીતે સક્રિય રહેવા અંગે તેમણે જણાવ્યુ કે જો રાજકીય રીતે સક્રિય ન રહીએ તો સમાજના કામ થતા નથી. વધુમાં તેમણે કહ્યુ, હું ક્યારેય રાજનીતિમાં નહીં આવુ અને સમાજના જે લોકો રાજનીતિમાં છે તેમને ટેકો આપીશ. જયેશ રાદડિયા સાથે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદ મુદ્દે પણ તેમણે જણાવ્યુ કે ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ, પરંતુ આજે સ્થિતિ એ છે કે અમે જ આવુ કરી શક્તા નથી. આ તરફ તેમણે ચાલી રહેલા વિવાદના સમાધાન અંગે પણ હાથ લંબાવ્યો અને જણાવ્યુ કે ઘરમાં જ સમાધાન હોય, ખોડલઘામ તરફથી કોઈ રાગદ્રેષ નથી.

શું હતો સમગ્ર વિવાદ?

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે 2017ની વિધાનસભા ચૂંટણી સમયથી શીતયુદ્ધ ચાલી રહ્યુ છે. પરંતુ જ્યારે ઈફ્કોની ચૂંટણી આવી અને તેમા ભાજપ દ્વારા બિપીન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યુ ત્યારે ખોડલધામ ટ્રસ્ટ સાથે સંકળાયેલા દિનેશ કુંભાણીએ જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી. આ અંગે કેટલાક સહકારી આગેવાનોને ફોન કોલ્સ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી. જેને લઈને આ શીતયુદ્ધ વધુ ઉગ્ર બન્યુ છે. ત્યારબાદ જયેશ રાદડિયાએ પણ રાજકીય દાંવ રમવામાં આવ્યો અને દિનેશ કુંભાણીની ફર્ટિલાઈઝર કંપનીના રાસાયણિક ખાતરની રાજકોટ અને મોરબી જિલ્લાની સહકારી મંડળીઓમાં ખરીદી બંધ કરી દેવામાં આવી. જે બાદ આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.

ભોલેનાથનો સૌથી પ્રિય ભોગ કયો છે? દરેકે જાણવું જરૂરી
13 જુલાઈએ શનિ ગ્રહ દેખાડશે આ રાશિઓ પર તેનો પ્રભાવ
અમેરિકામાં પણ ગોલગપ્પા મળે છે, એક પ્લેટનો ભાવ જાણી ચોંકી જશો..
Jioના આ પ્લાનમાં ફ્રીમાં મળી રહ્યું Amazon Prime ! વેલિડિટી 84 દિવસની
Plant In Pot : શું તમારા તુલસીના છોડમાં પણ જંતુઓ છે ? આ ટીપ્સ અપનાવો
રાત્રે ઘરની બહાર કૂતરાનું રડવું શુભ કે અશુભ? કઈ વાતનો સંકેત આપે છે જાણો

“ઘરમાં જ સમાધાન હોય, ખોડલધામ તરફથી કોઈ રાગદ્રેષ નથી”

આજે નરેશ પટેલે તેમના જન્મ દિવસે ખોડલધામ ટ્રસ્ટ ખાતે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો એક્ઠા થયા છે. ત્યારે નરેશ પટેલે એક સૂચક અને મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ છે. નરેશ પટેલે સ્પષ્ટ રીતે કહ્યુ કે ખોડલધામ ટ્રસ્ટ સાથે 500 થી વધુ કન્વિનર્સ જોડાયેલા છે. ત્યારે દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે સ્વતંત્ર છે, ત્યારે તેના નિર્ણય સાથે ખોડલધામ ટ્રસ્ટને સીધી રીતે કોઈ લેવાદેવા ન હોય પરંતુ રાજકીય રીતે ખોડલધામને બદનામ કરવામાં આવી રહ્યુ હોય તેવુ તેમણે જણાવ્યુ હતુ. જયેશ રાદડિયા સાથે સમાધાન માટેનો એક હાથ લંબાવવામાં આવ્યો હોય તેવુ પણ નરેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યુ. નરેશ પટેલે સ્પષ્ટ જણાવ્યુ કે ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ અને કોઈ વાત બહાર ન જવી જોઈએ. સમાજમાં હંમેશા સમાધાન માટેના પ્રયાસો થતા હોય છે અને જ્યારે પણ આગેવાન કહેશે ત્યારે બેઠક કરીને આ મુદ્દાની ગેરસમજણો દૂર કરવામાં આવશે.

શું નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે થશે સમાધાન ?

રાજકીય દખલગીરી મુદ્દે નરેશ પટેલે જણાવ્યુ કે જો સમાજના કામ કરવા હોય તો રાજકીય રીતે એક્ટિવ રહેવુ પડે. જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સમાજના કામ ન થાય. આ તમામ ઘટનાક્રમને જોતા આ વિવાદમાં એક સમાધાનકારી રસ્તો આવે તેવુ લાગી રહ્યુ છે. વર્ષ 2017થી જે શીતયુદ્ધ ચાલી રહ્યુ છે જેમા હવે બદલાની રાજનીતિની શરૂઆત થતા આ વિવાદ વધુ ઉગ્ર ન બને અને સૌરાષ્ટ્રમાં લેવા પાટીદાર આગેવાનો વચ્ચે કોઈ ફાંટા ન થાય તે માટેનો આ પ્રયાસ હોય તેવુ લાગી રહ્યુ છે. જો કે નરેશ પટેલના આજના નિવેદનને જયેશ રાદડિયા અને તેની સાથે જોડાયેલા લોકો કઈ રીતે લઈ રહ્યા છે તે જોવાનુ રહેશે.

સૌરાષ્ટ્રનો લેઉવા પાટીદાર સમાજ ઘણો મોટો સમૂહ છે ત્યારે આગામી દિવસોમાં ખોટી રીતે કોઈ અસર ઉભી ન થાય તે માટે નરેશ પટેલ દ્વારા ક્યા પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે તે પણ જોવુ રહેશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">