ગુજરાતમાં કોરોનાથી હાહાકાર, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક 861 કેસ, સુરતમાં સ્થિતિ ગંભીર

ગુજરાતમાં કોરોનાથી હાહાકાર, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક 861 કેસ, સુરતમાં સ્થિતિ ગંભીર


ગુજરાતમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને પ્રતિદિવસ કોરોના વાઈરસના કેસ કોઈ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 861 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના લીધે 24 કલાકમાં 15 લોકોના મોત થયા છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 429 દર્દીને રજા આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ચાઈનીઝ એપ TikTok પર પ્રતિબંધ પછી Instagramએ ભારતમાં લોન્ચ કર્યું Reels, જાણો ફિચર વિશે

ગુજરાતમાં કોરોનાના કુલ મૃત્યુઆંક 2 હજારને પાર

jano aaje gujarat ma ketla corona virus na case nondhaya teni vigat

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ 2,010 લોકોના જીવ ગયા છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 27,742 લોકોને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યા 9,528 નોંધાઈ છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 39,280 થઈ ગઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુરત જિલ્લામાં નોંધાયા રેકોર્ડ બ્રેક 307 નવા પોઝિટિવ કેસ

સુરતમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 861 કેસ નોંધાયા છે અને તેમાંથી ફક્ત સુરત જિલ્લામાં 307 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના 162 કેસ નોંધાયા છે. કોરોના વાઈરસના વધતાં જતાં કેસના લીધે સુરત શહેરની સ્થિતિ ગંભીર છે. સુરત શહેરમાં 212 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati