MORBI BRIDGE COLLAPSED : મોરબીમાં થયેલી દુર્ઘટનાએ મને ચિંતિત કરી છે : રાષ્ટ્રપતિ મુર્મુ
મોરબી બ્રિજ દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સંવેદના (President Draupadi Murmu) વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું છે કે તેમની સંવેદના અને પ્રાર્થના ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં અસરગ્રસ્તો સાથે છે.
ગુજરાતના મોરબીમાં ઝૂલતો પૂલ તૂટતા દુર્ઘટના બની છે. જેમાં 77 થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 50 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્રણ દિવસ પહેલા ઝૂલતો પૂલ ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજ મચ્છુ નદી પર બાંધવામાં આવ્યો હતો. મોરબી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. NDRFની 3 પ્લાટૂન, ઈન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની 2 કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર, દીવ અને સુરેન્દ્રનગરથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે. જ્યારે રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે.
મોરબી બ્રિજ દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સંવેદના વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું છે કે તેમની સંવેદના અને પ્રાર્થના ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં અસરગ્રસ્તો સાથે છે.
મોરબી બ્રિજ દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ વ્યક્ત કરી સંવેદના
The tragedy in Morbi, Gujarat has left me worried. My thoughts and prayers are with the affected people. Relief and rescue efforts will bring succour to the victims.
— President of India (@rashtrapatibhvn) October 30, 2022
મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને કેન્દ્ર સરકારે બે -બે લાખની સહાય અને ઈજાગ્રસ્તને 50 હજાર સહાય જાહેર કરવામાં આવી છે. જ્યારે ગુજરાત સરકારે ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોને ચાર- ચાર લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર સહાય જાહેર કરવામાં આવી છે.
આ દરમિયાન પીએમઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે પી એમ મોદીએ મોરબી દુર્ઘટના અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. તેમજ મોરબીની દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરી માટે તાત્કાલિક ટીમો મોકલવા તાકીદ કરી હતી. તેમજ પીએમ મોદીએ પરિસ્થિતિ પર નજીકથી અને સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.
મોરબીમાં તૂટેલો ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારે જૂનો છે. આ પુલનું વર્ષ 1879માં ખાતમુહૂર્ત કરાયું હતું. 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ ખાતમુહૂર્ત થયું હતું. મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે પુલનુ ખાતમુહૂર્ત થયું હતું. ઝૂલતા પુલની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. જ્યારે હાલ 6 મહિના પહેલા સમારકામ માટે બ્રિજ બંધ કરાયો હતો. જ્યારે સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે બ્રિજ ખુલ્લો મુકાયો હતો. ઓરેવા ગ્રુપના MDએ ઝૂલતા પુલને ખુલ્લો મુક્યો હતો. જેમાં ઝુલતા પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે છે.