Gram Panchayat Election: ચૂંટણી પરિણામો કયાંક ભત્રીજા વહુની જીત થઇ, કયાંક મોટાભાઇની હાર થઇ, જાણો આ રસપ્રદ પરિણામો

આજે રાજયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો ધીરેધીરે સામે આવી રહ્યા છે. ત્યારે કેટલાક ચૂંટણી પરિણામો અચરજ પમાડે તેવા છે. જે પરિણામોની આપણે અહીં વાત કરી રહ્યાં છીએ.

Gram Panchayat Election: ચૂંટણી પરિણામો કયાંક ભત્રીજા વહુની જીત થઇ, કયાંક મોટાભાઇની હાર થઇ, જાણો આ રસપ્રદ પરિણામો
Gram Panchayat Election:
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 7:23 PM

આજે રાજયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો ધીરેધીરે સામે આવી રહ્યા છે. ત્યારે કેટલાક ચૂંટણી પરિણામો અચરજ પમાડે તેવા છે. જે પરિણામોની આપણે અહીં વાત કરી રહ્યાં છીએ.

ચાણસ્માના ગલોલીવાસણા ગામમાં પુત્ર સામે માતાની જીત

પાટણના ચાણસ્મા તાલુકાની ગલોલીવાસણા ગ્રામપંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 4માં સભ્યપદની દાવેદારી માતા અને પુત્ર ચૂંટણીજંગમાં મેદાને હતા.  જેમાં પુત્રની સામે માતાની 27 મતે જીત થઈ છે. ગલોલીવાસણા ગ્રામપંચાયતની વોર્ડ નંબર 4ની સભ્યની બેઠક માટે ઉમેદવાર માતા દીવાબેન સેનમાને 45 મત મેળવ્યા હતા. તો પુત્ર દશરથ સેનમાને 18 મત મળ્યા. આમ માતા દીવાબેન સેનમાએ 27 મતોથી વિજય હાંસલ કર્યો હતો. જોકે સભ્યપદ માટે માતા-પુત્ર વચ્ચે ચૂંટણી યોજાઈ હોઈ, માતાની જીતથી પરિવાર ખુશ હતો.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

મોરબીના નારણકા ગામમાં ભત્રીજા વહુની જીત થઇ

મોરબીના  નારણકા ગામે સરપંચ માટે સ્ત્રી અનામત બેઠક હતી. અને, સરપંચ બનવા માટે એક જ પરિવારમાંથી દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે ચૂંટણી જંગ હતો. મોરબી તાલુકાના નારણકા ગામે દેરાણી અને જેઠાણીને હરાવીને ભત્રીજા વહુ વિજેતા જાહેર થયા હતા.

ચૂંટણી જંગમાં ચંપાબેન બોખાણી, અમરતબેન બોખાણી અને ભાણીબેન બોખાણીનો સમાવેશ થતો હતો. ચંપાબેન  બોખાણી અને અમરતબેન બોખાણી જેઠાણી અને દેરાણી છે .અને ભાણીબેન ગોવિંદભાઇ બોખાણી એમની ભત્રીજા વહુ થાય છે. મોરબીના નારણકા ગામે બોખાણી પરિવારના કુલ 10 ઘર આવેલા છે. સાથે સૌથી વધુ વસ્તી પાટીદાર સમાજની છે. જેમાં મોરબી તાલુકાના નારણકા ગામે દેરાણી અને જેઠાણીને પછાડીને ભત્રીજા વહુ વિજેતા બન્યા છે.

પાટણના ગજા ગામમાં નાના ભાઈએ મોટાભાઈને હાર આપી

પાટણ તાલુકાના ગજા ગામે યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે કાકા-બાપાના બે ભાઈઓ ઉભા રહ્યા હતા. જેમાં આજે મંગળવારના રોજ પાટણ મામલતદાર કચેરી ખાતે હાથ ધરાયેલી મતગણતરીમાં નાના ભાઈએ મોટા ભાઈને 71 મતે વિજયી બનીને માત આપી હતી. મતગણતરી દરમિયાન મોટાં ભાઈ ઠાકોર પ્રતાપજી ચંદનજીને 196 મત મળ્યાં હતાં. જ્યારે નાના ભાઈ ઠાકોર જવાનજી સોવનજીને 267 મત મળ્યા હતા. જેથી 71 મતે નાના ભાઈએ વિજયી બની મોટાં ભાઈને માત આપી હતી.

આ પણ વાંચો : Gram Panchayat Election: દાહોદના સિંગવડના કેશરપુર ગામમાં તોડફોડની ઘટના, વિજેતા ઉમેદવારને ઘરે તોડફોડ

આ પણ વાંચો : Gir somnath Result: ઊનાના દેલવાડા ગામે સાસુ વહુ વચ્ચે ખરાખરીનો જંગ, ટુંક સમયમાં ખબર પડશે કે કોણે બાજી મારી

g clip-path="url(#clip0_868_265)">