Gir somnath Result: ઊનાના દેલવાડા ગામે સાસુ વહુ વચ્ચે ખરાખરીનો જંગ, ટુંક સમયમાં ખબર પડશે કે કોણે બાજી મારી

Gram Panchayat Election : ગીર સોમનાથના દેલવાડા ગામે સરપંચ પદ માટે સાસુ-જીવીબેન બામણીયા અને વહુ પૂજાબેન બામણીયા એ સામ સામે સરપંચ પદ માટે ઊમેદવારી કરી છે. બંને જીત માટે મક્કમ છે. જો કે મતદારો કોને જીત અપાવશે તે તો પરિણામ જ જણાવશે.

Gir somnath Result: ઊનાના દેલવાડા ગામે સાસુ વહુ વચ્ચે ખરાખરીનો જંગ, ટુંક સમયમાં ખબર પડશે કે કોણે બાજી મારી
Election fight between mother-in-law and daughter-in-law
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 2:55 PM

Gram Panchayat Election : ગીર સોમનાથ(Gir Somnath) જિલ્લામાં ઉના (Una) તાલુકાનાં દેલવાડા ગામે સરપંચ પદ માટે સાસુ અને વહુ બન્નેએ સામસામે ચૂટણી(Election)માં ઝંપલાવ્યુ છે. ધીમે ધીમે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. ત્યારે સાસુ વહુમાંથી દેલવાડા ગ્રામપંચાયત (Delwada Gram Panchayat) માં સરપંચ પદની ખુરશી પર કોણ બેસશે તેના પર સૌની નજર છે. સાસુ વહુએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કટ્ટર વિરોધીની જેમ પોત પોતાનો પ્રચાર કર્યો હતો. જો કે પ્રજાએ સરપંચ પદ તરીકે કોની પસંદગી કરી છે તે થોડા જ સમયમાં જાહેર થઇ જશે.

દેલવાડા ગામમાં સાસુ અને વહુ બન્નેએ સામ સામે સરપંચ પદ માટે ઝંપલાવ્યુ છે. ત્યારે એ જાણવું જરૂરી બનશે કે મતદારોનો ઝુકાવ કોના તરફી રહેશે ? એક જ ઘરના બે સભ્યો ચૂંટણીમાં સામ સામે પડતા આખા જીલ્લામાં દેલવાડા ગામની ચૂંટણી ચર્ચાસ્પદ બની. જો કે મતદારોનું કહેવુ છે કે, ખરા અર્થમાં ગામનો વિકાસ કોણ કરશે તેને ધ્યાને આપીને જ મત આપ્યો છે.

વર્ષોથી ગામમાં એક જ પરિવારનું શાસન

સાસુ વહુના આ જંગને બીજી રીતે લઇએ તો એવુ પણ લાગી રહ્યુ છે કે જાણે આ બંને લોકોને સરપંચનું પદ પોતાના ઘરે જ રાખવુ છે. ઘણા વર્ષથી આ એક જ પરિવાર દેલવાડામાં શાશન કરી રહ્યો છે. પણ વિકાસ કાંઈ થયો હોય તેવું લાગતું નથી. દેલવાડામાં વર્તમાન સરપંચ વિજયભાઇ બાંભણીયા છે. જે પૂર્વ યુવા ભાજપના પ્રદેશમાંથી અને વર્તમાન કિશાન મોરચાના ભાવનગર જીલ્લાના પ્રભારી છે. આ વર્ષે સામાન્ય સ્ત્રી અનામત સીટ હોવાથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજયભાઇ બાંભણિયાના પત્નિ પૂજાબેન વિજયભાઇ બાંભણીયાએ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી. તેમજ ગ્રામ પંચાયતના 16 વોર્ડના સભ્યોની પેનલ સાથે મજબૂત દાવેદારી કરી. જ્યારે તેની સામે પૂજાબેનના સાસુ જીવીબેન લાખાભાઇ બાંભણીયાએ પણ સરપંચ તરીકે દાવેદારી નોંધાવી અને તમામ વોર્ડમાં સભ્યોની પણ પેનલ બનાવી. જીવીબેનના પતિ લાખાભાઈ પણ દેલવાડાના સરપંચ રહી ચૂક્યા હતા. જો કે અત્યારે તેઓ હયાત નથી પણ તેમનું સપનું હતું કે, મહિલા અનામત સીટ આવે ત્યારે તેમના પત્ની સરપંચ બને. આ વખતે લાખાભાઈનું સપનું સાકાર કરવા માટે જ જીવીબેન ચૂંટણીમાં ઝંપલાવ્યુ.

પાકિસ્તાનમાં 1 કેળાની કિંમત જાણીને તમે ચોંકી જશો
સારા તેંડુલકરે પોતાના ફોનથી રેકોર્ડ કરેલો રીહાનાના પરફોર્મન્સનો VIDEO કર્યો શેર
મુંબઈ ઈન્ડિયન્સ બુમરાહને બહાર કરવા માંગતું હતું, રોહિત શર્માએ તેને બચાવ્યો
મુકેશ અંબાણીએ અપનાવ્યો 526 વર્ષ જૂનો જુગાડ, આ રીતે બચાવ્યા કરોડો રૂપિયા
લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો, જાણો કિંમત
આવી રહી છે Jeepની નવી SUV, હ્યુન્ડાઈ Cretaની વધશે મુશ્કેલી

અન્ય ત્રણ મહિલાઓની દાવેદારી

દેલવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ સીવાય અન્ય ત્રણ મહીલાઓએ પણ સરપંચની દાવેદારી નોંધાવી છે પરંતુ ઉડીને આંખે વળગે તેવી સાસુ અને વહુની ઉમેદવારી ચર્ચાનો વિષય બન્યો. ત્યારે દેલવાડાની સત્તા સાસૂ જીવીબેન ને મળશે કે વહૂ પૂજા બેનને તે તો થોડા જ સમયમાં ખબર પડી જશે.

આ પણ વાંચો: GATE Exam 2022: ગેટ 2022 પરીક્ષાનું સમયપત્રક આવી ગયું છે, આ તારીખે મળશે એડમિટ કાર્ડ

આ પણ વાંચો: આ શાળાઓમાં ભણાવવામાં આવશે ભગવત ગીતા, 25 ડિસેમ્બરથી શરૂ થશે વર્ગો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">