AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મોરબી મહાનગરપાલિકામાં બિલ કૌભાંડનો મોટો ખુલાસો, 500ના બિલના 1500 અને 700ના બિલને 10,700 કર્યાનો આક્ષેપ

ટાયર વર્ક્સના દુકાનદારે દાવો કર્યો છે કે મહાનગરપાલિકામાં તેમની દુકાનના નામે રજૂ કરવામાં આવેલા તમામ બિલ તેમણે બનાવ્યાં નથી. તેમણે બિલમાં લખાયેલા અક્ષરો પોતાની હસ્તાક્ષર શૈલીના ન હોવાની વાત પણ જણાવી છે. દુકાનદારને આશંકા છે કે તેમની દુકાનના નામે આખી નકલી બિલ બુક છપાવીને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે.

Breaking News : મોરબી મહાનગરપાલિકામાં બિલ કૌભાંડનો મોટો ખુલાસો, 500ના બિલના 1500 અને 700ના બિલને 10,700 કર્યાનો આક્ષેપ
Morbi News
| Updated on: Oct 15, 2026 | 12:17 PM
Share

મોરબી મહાનગરપાલિકામાં બિલ કૌભાંડનો મામલો સામે આવ્યો છે. આ કૌભાંડમાં માત્ર અસલી બિલમાં ચેડાં કરીને રકમ વધારવામાં આવી હોવાની જ નહીં, પરંતુ એક દુકાનના નામે આખી નકલી બિલ બુક છપાવવામાં આવી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સદામ ટાયર વર્ક્સના દુકાનદારે TV9 સાથેની વાતચીતમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. બીજી તરફ, આ મામલે મહાનગરપાલિકા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું ડેપ્યુટી કમિશનરે જણાવ્યું છે.

દુકાનદારે બિલમાં ચેડાં થયાનો કર્યો દાવો

સદામ ટાયર વર્ક્સના દુકાનદારે દાવો કર્યો છે કે મહાનગરપાલિકામાં તેમની દુકાનના નામે રજૂ કરવામાં આવેલા તમામ બિલ તેમણે બનાવ્યાં નથી. તેમણે બિલમાં લખાયેલા અક્ષરો પોતાની હસ્તાક્ષર શૈલીના ન હોવાની વાત પણ જણાવી છે. દુકાનદારને આશંકા છે કે તેમની દુકાનના નામે આખી નકલી બિલ બુક છપાવીને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે.

દુકાનદારના જણાવ્યા અનુસાર, અસલી બિલમાં ચેડાં કરીને તેની રકમ વધારવામાં આવતી હતી અને ત્યારબાદ તે બિલ મહાનગરપાલિકામાં રજૂ કરવામાં આવતાં હતાં. આ કામના પેમેન્ટ માટે વિમલ બાવળિયા નામના વ્યક્તિનો ઉલ્લેખ પણ સામે આવ્યો છે.

₹500ના બિલને ₹1,500 અને ₹700ના બિલને ₹10,700 કર્યાનો આક્ષેપ

આ મામલે સામે આવેલી વિગતો મુજબ, બિલમાં ચેડાં કરીને રકમ વધારવામાં આવી હોવાના કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. એક બિલમાં મૂળ ₹500ની રકમની આગળ એકડો ઉમેરીને તેને ₹1,500 કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. બીજા એક બિલમાં ₹700ની રકમની આગળ અંક ઉમેરીને તેને ₹10,700 કરી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ રીતે વધારેલી રકમનાં બિલ મહાનગરપાલિકામાં રજૂ કરીને પેમેન્ટ મેળવવામાં આવ્યું હોવાની આશંકા છે.

એક જ બિલ નંબર, પરંતુ તારીખ અને રકમ અલગ

સદામ ટાયર વર્ક્સનાં બે બિલમાં એક જ બિલ નંબર હોવા છતાં તારીખ અને રકમ અલગ-અલગ હોવાનું પણ સામે આવ્યું છે. આ બાબતને લઈને બિલની નકલ તૈયાર કરીને મહાનગરપાલિકામાં રજૂ કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, એક એવી પેઢીના નામે પણ બિલ રજૂ થયાં હોવાની વિગતો સામે આવી છે, જે પેઢી બંધ થઈ ગઈ હોવાનું જણાવવામાં આવે છે. પેઢી બંધ થયા બાદ પણ તેના નામે બિલ બનાવવામાં આવ્યાં હોવાની આશંકાએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવ્યો છે.

મહાનગરપાલિકાએ તપાસ શરૂ કરી

આ સમગ્ર મામલે મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, શાખા અધ્યક્ષને ₹50 હજાર સુધીનો ખર્ચ કરવાની સત્તા છે અને આ જોગવાઈને લઈને થયેલી ગેરરીતિ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

હાલમાં આક્ષેપોની તપાસ ચાલી રહી છે. બિલમાં ચેડાં કોણે કર્યા, નકલી બિલ બુક છપાવવામાં આવી હતી કે નહીં અને આ સમગ્ર પ્રક્રિયામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે તપાસ બાદ સ્પષ્ટ થશે. હવે જોવાનું એ રહેશે કે તપાસ ક્યારે પૂર્ણ થાય છે અને સરકારી નાણાંના દુરુપયોગ માટે જવાબદાર લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે.

Vadodara Fire : વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
g clip-path="url(#clip0_868_265)">