AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બે દિવસ બાદ મોદી ફરી ગુજરાત આવશે, 6 જુલાઈએ રાજકોટમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે

હાલ તમામ ફ્લેટનું રંગરોગાન તેમજ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. પ્રોજેક્ટર અંતર્ગત 11 ટાવરમાં કુલ 1144 ફ્લેટ બનાવાયા છે.

બે દિવસ બાદ મોદી ફરી ગુજરાત આવશે, 6 જુલાઈએ રાજકોટમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે
PM ModiImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 8:14 PM
Share

આજે ગુજરાત (Gujarat) ના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) બે દિવસ બાદ ફરી ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી રાજકોટ (Rajkot) માં લાઈટ હાઉસ પ્રોજેક્ટ ( Light House project) નું નિરીક્ષણ કરશે. ડ્રોન કેમેરાના માધ્યમથી તેઓ નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરશે. હાલ તમામ ફ્લેટનું રંગરોગાન તેમજ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. પ્રોજેક્ટર અંતર્ગત 11 ટાવરમાં કુલ 1144 ફ્લેટ બનાવાયા છે.

રાજકોટના રૈયાધાર પરશુરામધામ નજીક વડાપ્રધાન નરેેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ લાઇટ હાઉસ આવાસનું બાંધકામની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ડ્રોન મારફતે વિડીયો કોન્ફરન્સથી આ પ્રોજેક્ટની સમિક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. 118 કરોડના ખર્ચે અહીં 1144 આવાસ તૈયાર થવા જઇ રહ્યા છે.

ગયા વર્ષે 1 જાન્યુઆરીથી શરૂ થયેલો આ પ્રોજેકટ 15 મહિનામાં પૂરો કરવાનો લક્ષ્યાંક છે. ફ્રાન્સની મોનોલિથીક કન્સ્ટ્રકશન ટેકનોલોજીથી આ પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યો છે. દેશના 6 રાજ્યોમાં આ પ્રકારની વિશેષ ટેક્નોલોજીથી આવાસ તૈયાર થઇ રહ્યા છે જે પૈકી ગુજરાતમાં રાજકોટ ખાતે આ પ્રોજેક્ટનું બાંધકામ ચાલી રહ્યું છે.

કઈ ટેક્નોલોજીથી આ મકાનો બને છે?

ફ્રાન્સની મોનોલિથીક ક્રોંકિટ કેટેગરી ટેકનોલોજીથી આવાસ તૈયાર થાય છે જેમાં ટનલ ફોર્મવર્ક સિસ્ટમનો ઉપયોગ કરીને આવાસ તૈયાર કરવામાં આવે છે એટલે કે આ આવાસમાં દિવાલ કે પ્લાસ્ટર આવતું નથી પરંતુ ટનલની જેમ કોંક્રિટની દિવાલો તૈયાર થાય છે.જેથી આવાસ તૈયાર કરવામાં મેન પાવર ખૂબ જ ઓછો વપરાય છે અને આવાસ તૈયાર કરવાની સમય મર્યાદા પણ ઘટી જાય છે. કોંક્રિટનું બાંધકામ હોવાથી પાણી લિકેજ થવાની કે આવાસમાં ભેજ આવવાની કોઇ જ સમસ્યા રહેતી નથી. એટલું જ નહિ ભૂકંપ અને વાવાઝોડાની પણ આ આવાસમાં નહિવત અસર થાય છે. જો કે હવે આ ટેક્નોલોજી પૂનામાં પણ અમલી બની છે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહાય 118 કરોડના ખર્ચે તૈયાર થનાર આ આવાસમાં પ્રતિ આવાસ કેન્દ્ર સરકાર દ્રારા 1.50 લાખ અને રાજ્ય સરકાર દ્રારા 1.50 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે.વિશેષ ટેક્નોલોજીની ગ્રાન્ટ તરીકે પ્રતિ આવાસ 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે. આ આવાસ યોજનાનો ડ્રો પણ થઇ ચૂક્યો છે. અને 15 મહિનામાં લાભાર્થીઓને આ મકાન મળી રહેશે.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">