Rajkot: જેતપુર તેમજ ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ, સતત ચોથા દિવસે મેઘમહે યથાવત

રાજકોટ જિલ્લાના જેતપુર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત જોવા મળી રહિ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 12:34 PM

Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. શહેરમાં સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત જોવા મળી રહિ છે. તેમજ તાલુકાના સાંકળી,પેઢલા,ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધારેશ્વર, જેતલસર, સહિતના ગામોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ રાજકોટના ઉપલેટામાં સતત ચોથા દિવસે મેઘરાજાની કૃપા યથાવત્ છે. ઉપલેટામાં સવારથી વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અડધા કલાકમાં જ એક ઈંચ જેટલો વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઝકરિયા ચોક, કટલેરી બજાર, અશ્વિની ચોક વિસ્તારમાં પાણી ભરાયા હતા. મહત્વનું છે કે, વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા.

21 તાલુકામાં એકથી અઢી ઈંચ વરસાદ નોંધાયો

સમગ્ર રાજ્યમાં અષાઢી બિજથી મેઘરાજાની મહેર જોવા મળી રહી છે.ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં મેઘાની જમાવટ જોવા મળી છે.જેમાં મહેસાણાના સતલાસણા તાલુકામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ,નવસારીમાં બે ઈંચ તો સાબરકાંઠાના વડાલીમાં પોણા બે ઈંચ વરસાદ,તેમજ સુરતના માંડવી અને માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. તો બીજી તરફ સાબરકાંઠાના વિજયનગર, મહિસાગરના વીરપુરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો.

અનેક તાલુકામાં વરસાદી માહોલ

રવિવારે મહેસાણા શહેરના વાતાવરમાં પલટો જોવા મળ્યો હતો. શહેરમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો તો વડોદરામાં સયાજીગંજ, ફતેહગંજ, અલકાપુરી, નિઝામપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ તરફ બોરસદમાં પણ વરસાદી માહોલ યથાવત છે.તો દાહોદમાં પણ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે.બોરસદ તાલુકાના સીસ્વામાં તબાહી બાદ પણ હજુ પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">