Mehsana : શક્તિપીઠ બહુચરાજીમાં 4 એપ્રિલથી શરૂ થયેલા ચૈત્રી ઉત્સવનુ આજે થશે સમાપન, રાત્રે માતાજીની શાહી સવારે નીજ મંદિરે ફરશે પરત
Mehsana: 51 શક્તિપીઠ એવા બહુચરાજીમાં ચૈત્રી સુદ ચૌદશના દિવસથી ચૈત્રી ઉત્સવનો પ્રારંભ થયો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવનું આજે પૂનમના દિવસે સમાપન થશે. માતાજીની શાહી સવારી આજે રાત્રે નીજ મંદિરે પરત ફરશે.
શક્તિપીઠ બહુચરાજીમાં આજથી ચૈત્રી ઉત્સવનો પ્રારંભ થયો છે. ચૈત્રી ઉત્સવને માં બહુચરનો પ્રાગટય દિવસ માનવામાં આવે છે. આ ત્રિ-દિવસીય મહોત્સવમાં આશરે 15 લાખ શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શન કરશે. અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધાઓ ઉભી કરાઇ છે. દર્શન માટે બહુચરાજી મંદિર 48 કલાક ખુલ્લુ રહેશે. ચૌદશની સવારથી પૂનમના રોજ રાત્રે માતાજીની શાહી સવારી નિજ મંદિર પરત ફરે ત્યાં સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. શ્રદ્ધાળુઓને ગરમીથી બચાવવા વિશાળ મંડપ અને સ્પ્રિંકલ સ્પ્રેની સુવિધા ઉભી કરાઈ છે.
બહુચરાજીમાં ચૈત્રી ઉત્સવની ધુમ, હજારો દર્શનાર્થીઓ ઉમટ્યા
સલામતીના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સેફટી માટે ફાયર ટિમ તથા રખડતા ઢોર પકડવાની ટીમ પણ તૈનાત રહેશે. સમગ્ર મંદિર તેમજ જાહેર માર્ગોને CCTVથી સજ્જ કરાયા છે. પાર્કિંગ માટે અલગ અલગ લોકેશન ફાળવાયા છે. યૂ-ટ્યૂબ પર સતત માતાજીના લાઈવ દર્શન ઘેર બેઠા કરી શકાશે. ST વિભાગ દ્વારા 828 વધારાની બસો દોડાવવાનું પણ આયોજન છે. પૂનમના રોજ શ્રદ્ધાળુઓ માટે ફ્રી ભોજન વ્યવસ્થા કરાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા 14 ટીમને અલગ અલગ લોકેશન પર સ્ટેન્ડબાય રખાઈ છે. મહોત્સવ દરમિયાન સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાશે જેમાં જાણીતા કલાકારો હાજરી આપશે.
1011 કુંડાત્મક મહાયજ્ઞ, શિવ પુરાણ કથા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રિવેણી સંગમ
આ તરફ મહેસાણાના કડીના કાહવા ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, 1011 મહાકુંડાત્મક મહાયજ્ઞ અને શિવ પુરાણનો ત્રિવેણી સંગમ રચાયો હતો. જેમા ભાવ, ભજન અને ભોજનનો પણ ત્રિવેણી સંગમ રચાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે કાશીથી કાંસવા સુધી પહોંચેલી પ્રાચીન યાત્રાનું મહત્વ હતું એટલે જ કાંસવાને કાંશી કાંસવાનું ઉપનામ પ્રાપ્ત થયું છે. મુખ્યમંત્રીએ આ પવિત્ર સ્થળે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમણે એ પણ ઉમેર્યું કે, શિવથી જીવ સેવા એ આપણી હિન્દુ સંસ્કૃતિ રહી છે.ઉન્નત ગુજરાતના વિકાસ થકી મા ભારતીને જગત ગુરુ બનાવવા રાજ્ય સરકાર સમર્પિત છે.
મુખ્યમંત્રીએ પણ જણાવ્યું કે, ધાર્મિક,શિક્ષણ અને સદાવ્રત થકી સમાજ સેવાને ઉજાગર કરવી એ આપણી સંસ્કૃતિ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવા સામાજિક,ધાર્મિક અને શૈક્ષણિક કરુણાનું સભરતા સમાજમાં ઉજળા કાર્યક્રમો રાજ્ય સરકાર સતત કરતી રહી છે અને એટલે જ ભારતની પ્રાચીન આધ્યાત્મિકતા પડકાર જનક પરિસ્થિતિમાં સામાજિક ચેતનાનું કેન્દ્ર રહી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…