Mehsana: સ્વચ્છ ગુજરાતની હાંકલ વચ્ચે વિસનગરનાં અનેક વિસ્તારોમાં ગંદકીના ઢગ ખડકાયા, સોસાયટીઓમાં ગટરના પાણી ઉભરાયા, આરોગ્ય પ્રધાન યોગ્ય કરશે?
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક તંત્રને જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે તંત્ર રજૂઆત તો સાંભળે છે. પરંતુ તેની સામે આગળ કોઇ કામગીરી હાથ નથી ધરતુ, જાણે તંત્રને કોઇ ફરક જ પડતો હોય તેમ તંત્ર રિઢુ બની ગયું છે.
મહેસાણા (Mehsana) જિલ્લાના વિસ્તાર વિસનગરના કાંસા એન.એ. વિસ્તારમાં ગંદકી અને અસહ્ય દુર્ગંધનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. અહીં સ્થાનિક સોસાયટીમાંથી આવતા ગટરના પાણી (sewage water)ની રેલમછેલથી ગંદકી જ ગંદકી ફેલાઈ ગઈ છે. પરંતુ સ્થાનિક તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવુ લાગી રહ્યુ છે.
જાણીને નવાઇ લાગશે પણ મહેસાણાના વિસનગરમાં જે વિસ્તારમાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યો છે તે મત વિસ્તાર ખુદ ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનો છે. ગંદકીના સામ્રાજ્ય વચ્ચે લોકો રોગચાળાના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. એટલે કે, આરોગ્ય પ્રધાનના મત વિસ્તારનું આરોગ્ય જ ખતરામાં આવી ગયું છે.
સ્થાનિક લોકોની રજૂઆત છતાં આંખ આડા કાન
ગંદકી અને દુર્ગંધ અંગે સ્થાનિકો લોકોએ તંત્રને અનેકવાર રજુઆતો કરી છે. છેલ્લા એક વર્ષથી કાંસા એન એ વિસ્તારની શ્રીનાથ સોસાયટી વિભાગ 1 અને 2 તેમજ ગાયત્રી અગર સોસાયટી વિસ્તારના લોકો તંત્રને રજુઆતો કરી રહ્યા છે. પરંતુ અધિકારીઓ જાણે આંખ આડા કાન કરી રહ્યા છે. આ વિસ્તારોમાં ગટરો સતત ઉભરાતા ગંદકી ફેલાય છે. એક તરફ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. બીજી તરફ ગટરના પાણીથી ફેલાયેલી ગંદકીના આ દ્રશ્યો બીજા રોગચાળાને પણ આમંત્રણ આપતા હોય તેવુ લાગી રહ્યુ છે.જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક વાર રજુઆતો છતાં સ્થાનિક પંચાયત કે આરોગ્ય તંત્ર કોઈ જ પગલાં જ લેતુ નથી.
સ્થાનિકોમાં રોષ
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક તંત્રને જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે તંત્ર રજૂઆત તો સાંભળે છે. પરંતુ તેની સામે આગળ કોઇ કામગીરી હાથ નથી ધરતુ, જાણે તંત્રને કોઇ ફરક જ પડતો હોય તેમ તંત્ર રિઢુ બની ગયું છે.
એક તરફ કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. તો બીજી તરફ આ વિસ્તારોમાં ગંદકીના પગલે ડેન્ગ્યૂ અને મેલેરિયા જેવા રોગ ફેલાઈ રહ્યા છે. પરંતુ તંત્રના પેટનું પાણી જાણે કે હાલતું જ નથી. લોકો એક વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે પણ તંત્રના બહેરા કાને વાત જ પહોંચતી નથી.
આ પણ વાંચો-
Rajkot: ભક્તિનગર સર્કલ નજીક સિટી બસમાં આગ લાગી, ડ્રાયવર-કંડકટરની સમયસૂચકતાથી તમામ મુસાફરોનો બચાવ
આ પણ વાંચો-